પ્રિયંકા ચોપડા ફરી એક વાર કરશે મરાઠી ફિલ્મ…જાણો કઈ છે આ ફિલ્મ…

0
511

હોલિવૂડનો પ્રોજેકટ પૂરો કર્યા બાદ ફરી એક વાર પ્રિયંકા ચોપડા ભારત આવી અને બોલિવૂડ માટે સમય કાઢી રહી છે. આ ઉપરાંત ભારત આવ્યા બાદ પ્રિયંકા ચોપડાએ ફરી એક વાર મરાઠી ફિલ્મ કરવાનું જાહેર કર્યું છે. આ મરાઠી ફિલ્મનુ નામ ‘પાણી’ રાખવામા આવ્યું છે. પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મની ઘોષણા મંગળવારે કરી હતી.

પ્રિયંકા ચોપડા આની સાથે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહી છે. તેમણે જણાવતા કહ્યું હતું કે આ ફિલ્મ એક વાસ્તવિક કહાની ઉપર આધારિત છે.

paani
paani

પ્રિયંકા ચોપડાએ કહ્યું, ‘મે આજ વિચાર સાથે પેબલ પિક્ચર્સ ચાલુ કર્યું હતું… ‘પાણી’ ફિલ્મ મારા માટે ખાસ છે કારણકે  આ ફિલ્મ એક સાચી કહાની ઉપર આધારિત છે અને આમાં એક સમાજિક મુદ્દો ઉઠાવ્યો છે.’

આ ઉપરાંત પ્રિયંકા ચોપડાએ એક બ્લૂ મોશન પોસ્ટર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘મને આ જણાવીને ખુશી થય રહી છે કે મારી ચોથી મરાઠી ફિલ્મ ‘પાણી’નું શૂટિંગ ટૂંક સમયમાં જ ચાલુ થવાનું છે… આદિનાથ કોઠારે નિદર્શિત આ ફિલ્મ એક સત્ય અને પ્રેરણાદાયક કહાની ઉપર છે.’

પ્રિયંકા ચોપડાએ આ પહેલા ત્રણ મરાઠી ફિલ્મ કરી ચૂંકી છે, જે ‘વ્હેંટિલેટર’, ‘કાય રે રાસ્કલા’ અને ‘ફાયરબ્રાંડ’ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com