કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બીજીવાર કઇંક આ અંદાજ સાથે જોવા મળી સોનમ કપૂર…

0
775

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018માં રેડ કાર્પેટ પર બીજીવાર સોનમ કપૂર જોવા મળી હતી આ લૂક ને જોઈને તમામ લોકોની ચાર આંખો થય ગઈ હતી. લગ્ન બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વાર જોવા મળેલી સોનમ કપૂરે રેડ કાર્પેટ પર વૉક કરીને તમામ દર્શકોને ખુશખુશાલ કરી નાખ્યા હતા.


બીજી વાર જોવા મળેલી સોનમ કપૂરે વેસ્ટન લૂક અપનાવ્યો હતો. સોનમ કપૂરે ન્યુડ રંગનું ઑફ શોલ્ડરની પસંદગી કરી હતી જેમાં કોંટ્રસ્ટ માટે પીળા રંગનો પણ લાભ ઉઠાવ્યો હતો. સોનમ કપૂરની આ સ્ટાઇલની પસંદગી તેમની બહેન રેહા કપૂર અને દીપ કૈલીએ કરી હતા. આ લૂકમાં તે અત્યંત સુંદર લગતી હતી.

સોનમ કપૂર આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે લગ્ન બાદ માત્ર 5 દિવસ દિવસ બાદ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર ઉપરાંત દિપીકા પદુકોણ, કંગના રનૌત એ પણ ભાગ લીધો હતો..


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com