જગપ્રસિદ્ધ અને ગુજરાતના મીની દ્વારકા તરીકે ખ્યાતિ પામેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોરમાં રોજબરોજ હજારો લોકો દર્શને આવે છે. અહીંયા એક શિખ ભક્તની અનોખી ભક્તિથી સમગ્ર ડાકોર મહેંક્યું છે. ગુરુદ્વારામાં ચાલતી પગરખાને પોલીશ કરવાની સેવાને એક શીખ બંધુએ રાજા રણછોડજીના દરબારમાં આપી ધન્યતા અનુભવી છે.દેશની રાજધાની દિલ્હીમાં વસવાટ કરતા સુંદરભાઈ મોહનભાઈ પંજાબી નામના ભાવિક ભક્ત પંજાબના ગુરૂદ્વારાના દર્શન કરવા જાય ત્યારે ભાવીકોના બુટ તથા ચંપલને પોલિશ કરવાની સેવા આપે છે. આમ તેઓ શ્રદ્ધા અને અનન્ય લાગણીથી ત્યાં દરેક ભાવિક ભક્તોના જૂતા સાફ કરી એક સેવાનું કામ કરી રહ્યા છે.કોરોનાના બે વર્ષના સમય પછી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં દર્શન કરવા આ ભક્ત પહોંચ્યા છે. આ ભક્તે અહીંયા પણ મંદિર પરિસરમાં મુકેલા ભાવિક ભક્તોના પગરખાની પોલીશ કરી ધન્યતાના અનુભવી છે. આમ સર્વધર્મનો સંદેશ પાઠવી તેમણે સમાજમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.શીખ સમાજમાં આ સેવા અનેકો લોકો આપી રહ્યા છે. આ સેવાથી વ્યક્તિનો અહમ અને અહંકાર દૂર થાય છે. ગુરુદ્વારામાં જુતાની બુટ પોલીસ, ડીશ ધોવાની સેવાઓ અનેક લોકો આપતા જોવા મળતા હોય છે.
જૂતા સાફ કરી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો: દિલ્હીના શીખ ભક્તે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભક્તોના પગરખા પોલીશ કર્યા
Date: