મમતા બેનરજી આ બેઠક પર ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સૌથી નિર્ણાયક મનાઇ રહેલી નંદીગ્રામ બેઠક માટે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ ઉમેદવારી નોંધાવ્યા પછી વિસ્તારમાં રાજકીય પારો ચરમસીમા પર પહોંચી ચુક્યો છે. શુભેન્દુએ શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમનો સીધો મુકાબલો મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે થશે. મમતા બેનરજી આ બેઠક પર ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. બીજી તરફ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી છે. યાદીમાં પક્ષના વર્તમાન વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પુર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહ, પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી , સચિન પાયલોટ, નવજોતસિંહ સિદ્ધુ, અભિજીત મુખરજી અને મહમદ અઝરૂદ્દીનનો સમાવેશ થાય છે. તામિલનાડુમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પનીર સેલ્વમે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. બીજી તરફ દ્રમુક પાર્ટીએ 173 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ આ ક્ષેત્રમાં તમારા અને તમારા બધા સાથીઓ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. આ ગ્રુપ ખાસ રીતે મહત્ત્વનું છે, કારણ કે તેનું ધ્યાન વ્યવહારુ ઉકેલો અને નક્કર પરિણામો પર છે. આપણા બધા દેશોના ભવિષ્ય માટે ફ્રી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ છે. અને કલાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે પરસ્પર સમર્થન અમે તેને વધારવા માટે એક નવું મિકેનિઝમ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, મમતા બેનરજી સાથે થશે સીધો મુકાબલો
Date: