53 દિવસ પછી ભારતમાં સક્રિય કેસ ફરી 2 લાખને પાર; મહારાષ્ટ્રમાં 56 લોકોનાં મોત

0
73
અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે,
અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે,

નવી દિલ્હી: દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસેફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય) તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,882 નવા કેસ નોંધાયા છે. તેની સાથે 19,957 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ 96.8 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 140 લોકોનાં મોત થાય છે. હાલમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.4 ટકા છે. દેશમાં કુલ મૃત્યાંક 1,58,446 થયો છે. દેશમાં હાલ કોરોના વાયરસના 2,02,022 સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી કુલ 1,13,33,728 કેસ નોંધાયા છે, જેની સામે 1,09,73,260 લોકો સાજા થયા છે. દેશમાં 12મી માર્ચના રોજ 8,40,635 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં કુલ 2.25 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. સક્રિય કેસની સંખ્યામાં 4.8 હજારનો વધારો નોંધાયો.53 દિવસ પછી ભારતમાં ફરી 2 લાખથી વધારે સક્રિય કેસ નોંધાયા છે. 83 દિવસ પછી ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા.42 દિવસ પછી ભારતમાં વધારે મોત નોંધાયા. મહારાષ્ટ્રમાં 15.8 હજાર નવા કેસ, કેરળમાં 1.8 હજાર અને પંજાબમાં 1.4 હજાર નવા કેસ. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 56 લોકોનાં મોત. પંજાબમાં 34 અને કેરળમાં 14 લોકોનાં મોત. પંજાબમાં 150 દિવસ પછી સૌથી વધારે મોત નોંધાયા.બીજી ઓક્ટોબર, 2020 પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા.કોરોનાના કુલ કેસની દ્રષ્ટીએ બ્રાઝીલ ભારતથી આગળ નીકળી ગયું.