શેરબજાર:સેન્સેક્સમાં 1300 અંકનું ગાબડું, નિફ્ટી 17200ની નીચે

0
15
SBI, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટેક મહિન્દ્રાના શેર વધ્યા
SBI, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300 અંક ઘટ્યા પછી હાલ બપોરે 2.05 વાગ્યે 1172 અંક ઘટી 57472 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નિફ્ટી 344 અંક ઘટી 17172 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફાઈનાન્સ, HDFC બેન્ક, M&M, ડો.રેડ્ડી લેબ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લાર્સન 2.17 ટકા ઘટી 1905.80 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 1.78 ટકા ઘટી 7028.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે SBI, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટેક મહિન્દ્રાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. SBI 3.26 ટકા વધી 547.50 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 2.81 ટકા વધી 1209.25 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 143 અંક ઘટી 58644 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 44 અંક ઘટી 17516 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 1.21 ટકા વધી 894.05 પર બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 1.06 ટકા વધી 3236.70 પર બંધ રહ્યો હતો. જોકે SBI, M&M, NTPC, કોટક મહિન્દ્રા, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. SBI 1.83 ટકા ઘટી 530.20 પર બંધ રહ્યો હતો. M&M 1.73 ટકા ઘટી 841.25 પર બંધ રહ્યો હતો.