શેરબજાર: સેન્સેક્સ 639 અંક વધ્યો, નિફ્ટી 15824 પર બંધ

0
28
ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા,HUL, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, M&Mના શેર ઘટ્યા
ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા,HUL, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, M&Mના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 639 અંક વધી 52837 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફેટી 192 અંક વધી 15824 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 5.65 ટકા વધી 1148.45 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 4.21 ટકા વધી 6187.70 પર બંધ રહ્યો હતો. જોકે HUL, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, M&M સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 2.27 ટકા ઘટી 2378.65 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.73 ટકા ઘટી 3104.45 પર બંધ રહ્યો હતો.એશિયાઈ બજારોમાં આજે વધારા સાથે બંધ થયા. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.34 ટકાની મજબૂતી રહી. કોરિયાનો કોસ્પી 1.07 ટકા ઉપર બંધ થયો. હોંગકોંગના હેંગસેંગમાં 1.84 ટકાનો ઉઠાળો આવ્યો. જાપાનના શેરબજારમાં આજે રજા રહી. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 1.03 ટકાની મજબૂતી જોવા મળી.ગઈકાલે અમેરિકા અને યુરોપીય, આજે એશિયાઈ શેરબજારોમાં ઉછાળાની અસર ઘરેલુ બજારમાં જોવા મળી. વાયદા બજારમાં સપ્તાહિક સોદાના સેટલમેન્ટના દિવસે, ગુરુવારે તેણે મજબૂત શરૂઆત આપી.NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 20 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2,834 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે જેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેણે તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 873 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.