
આઈટી સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (ટીસીએસ) સાઓ પૌલોમાં એઆઈ-પાવર્ડ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર TCS Pace Port™ São Paulo લોન્ચ કર્યું છે. 1,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ઇનોવેશન હબ ઇન્સપરના વિલા ઓલિમ્પિયા કેમ્પસ ખાતે આવેલું છે. આ સેન્ટર એવી જગ્યા બની રહેશે જ્યાં ગ્રાહકો, ભાગીદારો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ જગત અને અન્ય એકમો એઆઈ અને અન્ય ઊભરતી ટેક્નોલોજીઓની શક્તિ દ્વારા નવીનતા લાવવા માટે એકત્રિત થશે અને વ્યવસાયોમાં પરિવર્તન લાવશે તેમજ બ્રાઝિલ તથા લેટિન અમેરિકા માટે હકારાત્મક અસર ઊભી કરશે.
લેટિન અમેરિકામાં રોકાણ ઇનોવેશન સેન્ટર્સના ટીસીએસના ગ્લોબલ નેટવર્કના વિસ્તરણને રજૂ કરે છે જેમાં યુએસ, ફ્રાન્સ, યુકે, સિંગાપોર અને જાપાનનો સમાવેશ થાય છે. આ ભાગીદારી સાથે ઇન્સ્પર કોર્નેલ, ઇમ્પિરિયલ કોલેજ, એમઆઈટી અને અન્ય જેવા શૈક્ષણિક એકમોની ટીસીએસની મજબૂત ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે જોડાશે. આ નવું સેન્ટર ઇન્સપરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને લેટિન અમેરિકામાં જટિલ સામાજિક તથા બજારના પડકારો ઉકેલવા માટે રિસર્ચ અને ઇનોવેશનમાં ટીસીએસની વૈશ્વિક નિપુણતાની સાથે લાવે છે.


