ભાજપ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ.13.40 કરોડ, સૌથી વધુ ગુના AAP ઉમેદવારો પર, આ ઉમેદવારની સંપત્તિ 1000 રૂપિયા

0
11
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોનો ADR રિપોર્ટ જાહેર કરાયો
2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ) દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં તેમનો ગુનાહિત ઈતિહાસ સહિત, શૈક્ષણિક લાયકાત, આવક અને સંપત્તિને લઈને ખુલાસા કરવામાં આવ્યાં છે. આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં 788 ઉમેદવારો માંથી 167 ઉમેદવારો (21 ટકા) પર ગુનાઓ દાખલ છે. જ્યારે 167 ઉમેદવાર માંથી 100   (13 ટકા) સામે ગંભીર ગુનાઓ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારો માંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા જેમાં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.વિધાનસભાન ચૂંટણીના પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં 2.88 કરોડ રૂપિયા ઉમેદવારોની સરેરાશ મિલકત હોવાનું જાણવા મળી રહ્યું છે.