Thursday, October 8, 2026
HomeAhmedabadશહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલમાં વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન સમારોહ...

શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલમાં વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન સમારોહ યોજાયો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ શિબિરના સમાપન સમારોહમાં ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી વલ્લભભાઇ રામાણી, સ્કૂલ બોર્ડના અધિકારીગણ મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ, શિક્ષકો અને શિબિરાર્થી વિદ્યાર્થીઓ તેમજ ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

તા.5/5/2026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ હસ્તકની શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ ખાતે N.E.P. 2020 અંતર્ગત તા.૨૯-૦૪-૨૦૨૬ થી તા.૦૫-૦૫-૨૦૨૬ સુધી યોજાયેલ સાત દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો. આ શિબિરમાં શાળા સંકુલના 175 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિ.ના અધ્યાપકો , ઇસરો જેવી ખ્યાતનામ સંસ્થાના પ્રતિનિધિ, બાળ મનોવિજ્ઞાન, ભાષા, વિજ્ઞાન, વ્યાયામ-યોગના જાણકાર તજજ્ઞો તથા વિવિધ સામાજીક સંસ્થાઓની મદદથી વિદ્યાર્થીઓને શુભાષિત રસપાન, વિજ્ઞાનના પ્રયોગો, નૃત્ય, વૈદિક ગણિત, ભારત કો જાનો સ્પર્ધા, ચિત્રકામ, સંગીત નાટ્ય જેવી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આજના વ્યક્તિત્વ વિકાસના સમાપન સમારંભમાં અ.મ્યુ.કો.ના ડે.મ્યુનિ.કમિશનરશ્રી નિલેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને દીક્ષા પ્રદાન કરી અને વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે આ પ્રકારની શિબિરોથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વ્યક્તિત્વનું ઘડતર થશે તેમજ આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલમ્પિકની પૂર્વ તૈયારીમાં મદદરૂપ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની વ્યક્તિત્વ વિકાસની વધુને વધુ શિબિરોનું આયોજન મ્યુનિ. શાળાઓમાં થાય અને N.E.P. 2020 મુજબ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તે મુજબનું સૂચન કર્યું હતું.
કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે મેજર ઋષિકેશ રામાણી આપણા દેશના વીર શહીદ છે. જેમની યાદમાં મ્યુનિ. શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી છે. ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સતત 16 વર્ષથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની શિબિરો પ્રોફેશનલ મારફતે કરાવવામાં આવે તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય જે ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવે છે. જેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળ્યો છે જે ખૂબ જ સરાહનીય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here