સરકારને 164 ધારાસભ્યનું સમર્થન મળ્યું, કોંગ્રેસના 5 ધારાસભ્ય ગૃહમાંથી ગાયબ

0
3
સુપ્રીમ કોર્ટથી ઉદ્ધવને ઝટકો
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં સોમવારે ફ્લોર ટેસ્ટ વખતે જેવી અપેક્ષા હતી તેવુ જ થયું

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભામાં સોમવારે ફ્લોર ટેસ્ટ વખતે જેવી અપેક્ષા હતી તેવુ જ થયું. શિંદે સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. વિપક્ષમાં 99 વોટ મળ્યા છે. આ જ રીતે શિંદે સરકાર બચી ગઈ છે. વોટિંગ સમયે 266 ધારાસભ્યો ગૃહમાં હાજર હતા. તેમાંથી ત્રણ ધારાસભ્યોએ વોટ નથી નાખ્યા. 21 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.ભાજપ નેતા કિરીટ સૌમેયાની પત્ની તરફથી દાખલ અવમાનના મુદ્દે કોર્ટે સંજય રાઉત સામે જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છેસંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં જે સંકટ આવ્યું છે, શિવસેના તેનો મજબૂતીથી સામનો કરશે. અમે લડાઈ માટે તૈયાર છીએ.શિવસેનાએ તેમના દરેક જિલ્લાધ્યક્ષોની મીટિંગ સોમવારે બપોરે બોલાવી છે. ઉદ્ધવ ઠાકરે પણ મીટિંગમાં સામેલ થશે. સેના ભવનમાં આ મીટિંગ કરવામાં આવશે.સુનીલ પ્રભુએ કહ્યું હતું કે શિવસેનાએ વ્હિપનું ઉલ્લંઘન કરી અધ્યક્ષપદની ચૂંટણીમાં શિવસેનાના બળવાખોર 39 ધારાસભ્યએ વોટ આપ્યા. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.સપા ધારાસભ્ય અબુ આઝમી અને તેમના સહયોગી ધારાસભ્યએ વોટ નથી આપ્યા. ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાથી તેઓ નારાજ હતા.વિધાનસભા કાર્યવાહીનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો. એ માટે 9 કેમેરા લગાવવામાં આવ્યા છે. એક કેમેરાનું ફોકસ સીધા વિધાનસભા અધ્યક્ષની ખુરસી પર રાખવામાં આવ્યું હતો.રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેનાએ તેમના નેતાઓને વફાદારીનું એફિડેવિટ આપવા કહ્યું.વોટિંગ પહેલાં સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી પર તરત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ શિવસેનાએ અરજી દાખલ કરી હતી. રવિવારે સ્પીકર તરફથી વિધાનસભામાં શિવસેનાના નેતા અને ચીફ વ્હિપની માન્યતાને ખતમ કરી દીધી હતી.મહારાષ્ટ્રમાં 14 દિવસથી ચાલતી રાજકીય ખેંચતાણ વચ્ચે NCP ચીફ શરદ પવારે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મુંબઈમાં NCP ધારાસભ્યોની મીટિંગમાં પવારે કહ્યું છે કે એકનાથ શિંદેની સરકાર વધારે નહીં ચાલે; 6 મહિનામાં પડી જશે. દરેક લોકો મિડટર્મ ઈલેક્શનની તૈયારી કરી લે.બીજી બાજુ, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમની સરકાર માટે સોમવારે ગૃહમાં વિશ્વાસ મત મેળવી લીધો છે. વિશ્વાસ મત પહેલાં સ્પીકર બનતાં જ રાહુલ નાર્વેકરે ઉદ્ધવ ગ્રુપને એક ઝટકો આપ્યો છે. વિધાનસભામાં ઉદ્ધવે નેતા અજય ચૌધરી અને ચીફ વ્હિપ સુનીલ પ્રભુની માન્યતા રદ કરી દીધી છે.સ્પીકરની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી એકનાથ શિંદે જૂથને આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના 16 ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવાની માગણી કરી છે. શિંદે જૂથના ચીફ વ્હિપ ભારત ગોગાવાલેએ નવા સ્પીકર રાહુલ નાર્વેકરને લેટર સોંપ્યો છે. લેટરમાં કહેવામાં આવ્યું છે કે 16 ધારાસભ્યએ વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમની સભ્યતા રદ કરવી જોઈએ. સ્પીકરે તેમનો પત્ર લઈ લીધો છે અને એ વિશે વિચાર કરવાની વાત કરી છે. બળવાખોર જૂથના 16 ધારાસભ્યની સભ્યતાનો કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં છે.ઉદ્ધવ સરકારને પાડ્યા પછી એકનાથ શિંદેએ રવિવારે વિધાનસભામાં પહેલું શક્તિપરીક્ષણ જીતી લીધું છે. ભાજપના રાહુલ નાર્વેકર વિધાનસભામાં નવા સ્પીકર ચૂંટાયા છે. નાર્વેકરને 164 વોટ, જ્યારે શિવસેનાના રાજની સાલવીને 107 વોટ મળ્યા છે. વોટિંગ દરમિયાન NCPના 7 અને કોંગ્રેસના 2 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા.વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા પછી વિપક્ષની માગ પર ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે ધારાસભ્યોની ગણતરી શરૂ કરી હતી. વિધાનસભામાં અત્યારે 287 ધારાસભ્ય છે અને જીતવા માટે 144 સભ્યની જરૂર હતી. જોકે વોટિંગમાં માત્ર 275 ધારાસભ્યએ જ ભાગ લીધો હતો.સ્પીકર ચૂંટણીમાં નવાબ મલિક (NCP), અનિલ દેશમુખ (NCP), મુત્કા તિલક (ભાજપ), લક્ષ્મણ જગતાપ (ભાજપ), પ્રણિત શિંદે (કોંગ્રેસ), દત્તા ભરણે (NCP), નિલેશ લંકે (NCP), અણ્ણા બનસોડે (NCP), દિલીપ મોહિતે (NCP), બબન શિંદે (NCP), મુફ્તી ઈસ્માઈલ શાહ (AIMIM) અને રણજિત કાંબલે (કોંગ્રેસ)એ વોટિંગમાં ભાગ લીધો નહોતો.