શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓમિક્રોનના વધતા કેસની અસર શેરબજાર પર જોવા મળી હતી. હાલ સેન્સેક્સ 1784 પોઈન્ટના ઘટાડા સાથે 55,227.18 પર જ્યારે નિફ્ટી 559 પોઈન્ટ ઘટાડા સાથે 16,425.55 પર કારોબાર કરી રહ્યો હતો. આ ઘટાડા સાથે જ શેરબજારમાં રોકાણકારોએ 9 લાખ કરોડ ગુમાવ્યા છે સવારે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટીને 55 હજાર 778 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 430 પોઈન્ટ તૂટીને 16,554 પર આવી ગયો હતો. 60 સેકન્ડમાં માર્કેટ કેપ 5.53 લાખ કરોડ ઘટીને 253.94 લાખ કરોડે આવી ગઈ. શુક્રવારે એ 259.47 લાખ કરોડ હતી12.55 વાગ્યે સેન્સેક્સ 1784 પોઈન્ટના ઘટાડા સાથે 55,227.18 પર જ્યારે નિફ્ટી 559 પોઈન્ટ ઘટાડા સાથે 16,425.55 પર કારોબાર કરી રહ્યો હતો.12.34 વાગ્યે સેન્સેક્સ 1565 પોઈન્ટના ઘટાડા સાથે 55,446.48 પર જ્યારે નિફ્ટી 476 પોઈન્ટ ઘટાડા સાથે 16,508.85 પર કારોબાર કરી રહ્યો હતો12.00 વાગ્યે સેન્સેક્સ 1418 પોઈન્ટના ઘટાડા સાથે 55,593 પર, જ્યારે નિફ્ટી 426 પોઈન્ટના ઘટાડા સાથે 16,558 પર કારોબાર કરી રહ્યો હતોસવારના 10.55 વાગ્યે સેન્સેક્સ 1277 પોઈન્ટના ઘટાડા સાથે 55,734.20 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 396 પોઈન્ટના ઘટાડા સાથે 16,588.50 કારોબાર કરી રહ્યો છે.સવારે 10.39 વાગ્યે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 314 પોઈન્ટના કડાકા સાથે 16,671.05 પર કારોબાર કરી રહ્યો હતો.શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો એનું મુખ્ય કારણ ઓમિક્રોનના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકા છે. છેલ્લા 4 દિવસમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક 0.15થી 0.25% રેટ વધારી બધાને ચોંકાવી દીધા છે.