તિરુવનંતપુરમ : UAEના શારજાહથી કેરળના કોચી જતી એર અરેબિયાની ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. જોકે પાયલોટની સમજણને કારણે એનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં 222 મુસાફર અને 7 ક્રૂ-મેમ્બર સવાર હતા. બધા મુસાફરો સુરક્ષિત છે.કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)એ જણાવ્યું હતું કે એર અરેબિયા ફ્લાઈટ G9-426માં આ ખામી આવી હતી. પાયલટોએ આ અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને પ્લેન સાંજે 7:29 વાગ્યે લેન્ડ થયું હતું. સવારે 8:22 વાગ્યે ઇમર્જન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી.DGCA(ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વરિષ્ઠ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન રનવે 9 પર ઉતરાણ બાદ એન્જિન બંધ થઈ ગયું હતું.એર અરેબિયાના વિમાન સાથે બે મહિનામાં આ બીજી ઘટના છે. અગાઉ 6 જૂન, 2022ના રોજ ચિટગાંવથી અબુ ધાબીએર અરેબિયા જઈ રહેલા વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. અમદાવાદમાં તેમનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પાઈલટ્સને એન્જિન નંબર-1માં ખામી હોવાની જાણ થઈ ત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેનું બીજા એન્જિનથી સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું.
વિમાનમાં 222 મુસાફર હતા, એરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરાઈ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું
Date: