ઉગ્ર પ્રદર્શનકારીઓથી ભયભીત રાષ્ટ્રપતિ ગોટાબાયા આર્મી હેડક્વાર્ટરમાં થયા શિફ્ટ , 13 જુલાઈએ આપશે રાજીનામું

0
22
હજારો પ્રદર્શનકારીઓએ કોલંબોમાં વડાપ્રધાનના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી
અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આ અપીલ કરી હતી

કોલંબો : બોશ્રીલંકામાં પ્રદર્શનકારીઓનું પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. તમામ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તે તમામ લોકો કહે છે કે પરિવર્તનનો સમય આવી ગયો છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે, આ તરફ આર્મી હેડક્વાર્ટરથી છુપાયેલા રાષ્ટ્રપતિએ 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જો ગોટાબાયા રાજપક્ષે તેમના કાર્યકાળના સમાપ્તી પહેલા રાજીનામું આપે છે, તો સંસદે તેના સભ્યોમાંથી એકને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત પસંદ કરવા પડશે. જો બધુ નિયમો અનુસાર ચાલશે તો રાષ્ટ્રપતિના રાજીનામાના એક મહિનાની અંદર નવી નિમણૂક થશે. ત્રણ દિવસમાં સંસદની બેઠક બોલાવવામાં આવશે. બેઠકમાં સંસદના મહાસચિવે રાષ્ટ્રપતિના રાજીનામા અંગે સંસદને જાણ કરવી પડશે.જો સંસદના માત્ર એક સભ્યને રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરવામાં આવે, તો મહાસચિવએ તે જાહેર કરવું આવશ્યક છે કે તેમની પસંદગી કરવામાં આવી છે. જો એક કરતા વધુ વ્યક્તિઓ નોમિનેટ થાય તો ગુપ્ત મતદાન થશે. મતદાનના આધારે બહુમતીથી રાષ્ટ્રપતિની પસંદગી થશે.શ્રીલંકાના બંધારણ મુજબ વર્તમાન વડાપ્રધાન નવા રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ બની જશે. જો ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપે તો રાનિલ વિક્રમસિંઘે એક મહિના સુધી થોડા સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે જ્યાં સુધી સંસદ નવા રાષ્ટ્રપતિની પસંદગી ન કરે ત્યાં સુધી. કેબિનેટ મંત્રીઓમાંથી કોઈ એકને ઓફિસમાં સેવા આપવા માટે નિમણૂક કરવામાં આવશે.સાત દાયકામાં દેશના સૌથી ખરાબ આર્થિક સંકટ પર લોકોનો ગુસ્સો તીવ્ર બન્યો હતો. હજારો પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો અને શનિવારે કોલંબોમાં વડાપ્રધાનના નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી હતી.અમેરિકાએ શ્રીલંકાના નેતાઓને આર્થિક સ્થિરતા મેળવવા માટે ઝડપથી કોઈ મોટું પગલું ભરવાનું કહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈપણ નવી સરકારે લોકોના અસંતોષને ઠારી શકે તેવા ઉપાયો માટે ઝડપથી એવા કાર્ય કરવા જોઈએ. જે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને શ્રીલંકાના લોકોનો અસંતોષ દૂર કરી શકે.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું કે તે શ્રીલંકાના રાજકીય ઉથલપાથલના ઉકેલની આશા રાખે છે જે વિરોધ હિંસક પછી પેકેજ માટેની વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે. IMF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે વર્તમાન પરિસ્થિતિના નિરાકરણની રાહ જોઈ રહ્યા છીએ જે IMF-સમર્થિત પ્રોગ્રામ પર અમારી વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે.”