7 મહિના પહેલાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટી(AAP) છોડી દીધી છે. તેમને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યા હતા. મહેશ સવાણીને મનાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. તેમને ફરી એક વખત તમામ બાબતોને બાજુ પર મૂકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટેની મથામણ AAPના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. જ્યારે કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા. જોકે, મહેશ સવાણી તેમણે લીધેલા નિર્ણય પર અડગ રહ્યા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ રવાના થયા હતા.


