ટાઈગર શ્રોફ એટલે ખરેખર અસલી એકશન સ્ટાર

0
19
આજે બૉલીવૂડના બેેસ્ટ એકશન સ્ટારમાં ટાઈગરની ગણતરી થાય છે એની પાછળ એની ધગશ, મહેનત અને પ્રેક્ટિસ છે. આ કામ આસાન નથી એ કહેવાની જરૂર ખરી?
આજે બૉલીવૂડના બેેસ્ટ એકશન સ્ટારમાં ટાઈગરની ગણતરી થાય છે એની પાછળ એની ધગશ, મહેનત અને પ્રેક્ટિસ છે. આ કામ આસાન નથી એ કહેવાની જરૂર ખરી?

હમણાં ટાઈગર શ્રોફે પોતાના એક એકશન સિકવન્સની નાનકડી વીડિયો કલીપ શેઅર કરીને બધાના મન જીતી લીધા હતા. ચાહકો, મિત્રો, પરિવારજન અને ફિલ્મ ઉદ્યોગમાંથી એની ભારોભાર પ્રશંસા થઈ હતીઆ સ્ટંટને રાહુલ દેવે ‘અનમેચ્ડ્’ ગણાવી, તો બહેન કૃષ્ણા શ્રોફે ‘અનમેચેબલ’ કહી. દિશા પટણીની બહેન ખુશ્બુએ એને ‘પરફેકશન’નું પ્રમાણપત્ર આપ્યું.

ટાઈગર છેલ્લે ગયા માર્ચ મહિનામાં ‘બાગી ૩’માં દેખાયો હતો. કમનસીબે કોરોના વાઈરસના આક્રમણને લીધે લદાયેલા લૉકડાઉને એની સિનેમાઘરની અંદરની આવરદા ઘટાડી નાખી હતી. અગાઉ હૃતિક રોશનને ‘વૉર’માં બરાબરની સ્પર્ધા આપનારો ટાઈગર હાલ ક્રીર્તિ સનોન સાથે એકશન થ્રીલર ‘ગણપત’માં કામ કરી રહ્યો છે.