નવી દિલ્હી: પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિાયન વિદ્યાર્થીઓ એક્ઝામ દરમિયાન તાણમુક્તરહેતા શીખે. પરીક્ષા પે ચર્ચાનું આ પાંચમું વર્ષ છે. તેનું પ્રસારણ દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમથી કરવામાં આવ્યું છે.પર્યાવરણ અને સ્વચ્છતા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા દેશના છોકરા-છોકરીઓએ મારી સ્વચ્છતાની લાગણી વધારવાનું કામ કર્યું છે. સ્વચ્છતાની આ સફરમાં આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ તેનો સૌથી વધુ શ્રેય હું છોકરાઓ અને છોકરીઓને આપું છું. આવા ઘણા બાળકો છે, જેમણે વારંવાર તેમના પરિવારજનોને અહીં-ત્યાં કચરો ફેંકવાનું કહ્યું છે.આજે જે પણ વૃક્ષો આપણે આજુ બાજુ જોઇએ છીએ તેમાં આપણું શુન્ય યોગદાન છે. તે આપણાં પૂર્વજોની દેન છે. આજે આપણે જે આપણાં પૂર્વજો પાસેથી લીધુ છે તેમ આપણાં આવનારા ભવિષ્ય માટે પણ કંઇક મુકવાનો સમય છે. આગામી પેઢી માટે દાયિત્વ નિભાવવું જરૂરી છે. ઈશ્વરની આપેલી શક્તિઓનો દૂર ઉપયોગ ન કરીએદીકરા અને દીકરીઓને સરખું મહત્વ આપવું જોઇએ, દીકરીઓ પરિવારની તાકાત છે. દરેક ઘરમાં દીકરીઓનું સન્માન થાય તે જરૂરી છે. આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ છે. દીકરીઓ દરેક ક્ષેત્રમાં અવ્વલ છે તેઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. સમાજની વિચારણાં બદલવાની હવે જરૂર છે.વડાપ્રધાન મોદીએ કહ્યું, દરેક વિદ્યાર્થીને લાગે છે કે મને યાદ નથી, હું આ ભૂલી ગયો છું. પણ તમે જોશો કે પરીક્ષાના સમયે અચાનક એવી વાતો બહાર આવવા લાગશે કે તમને લાગશે કે મેં આ વિષયને ક્યારેય સ્પર્શ પણ કર્યો ન હતો, પરંતુ અચાનક પ્રશ્ન આવ્યો અને મારો જવાબ પણ ખૂબ જ સારો હતો. ધ્યાન ખૂબ જ સરળ છે. તમે જે ક્ષણમાં છો તે જીવવાનો પ્રયાસ કરો. જો તમે તે ક્ષણને સંપૂર્ણ રીતે જીવો છો, તો તે તમારી શક્તિ બની જાય છે. ભગવાનની સૌથી મોટી ભેટ એ વર્તમાન છે. જે વર્તમાનને જાણે છે, જે તેને જીવવા સક્ષમ છે, તેના માટે ભવિષ્યનો કોઈ પ્રશ્ન જ નથી. ક્યારેક તમે તમારી પોતાની પરીક્ષા પણ લો, તમારી તૈયારીઓ પર વિચાર કરો, રિપ્લે કરવાની ટેવ પાડો, આ તમને એક નવી દ્રષ્ટિ આપશે. રિપ્લેનો અનુભવ શોષી લેવો સરળ છે, જ્યારે તમે ખુલ્લા મનથી વસ્તુઓ સાથે જોડાઓ છો, ત્યારે નિરાશા ક્યારેય તમારા દરવાજે ખખડાવશે નહીં.