નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરની વધુ એક ઉપલબ્ધિ, વિશ્વની ટોપ-10 સેલ્ફ-મેડ બિલિયોનેરમાં સામેલ

0
6
58 વર્ષીય નાયર આ યાદીમાં 10મા સ્થાને છે,તે એકમાત્ર ભારતીય છે, જેણે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.
58 વર્ષીય નાયર આ યાદીમાં 10મા સ્થાને છે,તે એકમાત્ર ભારતીય છે, જેણે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.

નવી દિલ્હી: નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર ને વિશ્વના 10 સેલ્ફ-મેડ અબજોપતિઓની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં તેનું નામ નવું છે. તેમની સંપત્તિ $7.6 બિલિયન હોવાનું કહેવાય છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ યાદી બહાર પાડી છે.58 વર્ષીય નાયર આ યાદીમાં 10મા સ્થાને છે. તે એકમાત્ર ભારતીય છે, જેણે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આ પહેલા તે બાયકોનના વડા કિરણ મજુમદાર શૉને પાછળ છોડીને ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ વુમન બની ચૂકી છે.નાયકા એક યુનિકોર્ન છે, જે વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ દ્વારા મહિલાઓના બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેમાં ઘણા બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર્સ પણ છે. ગયા વર્ષે નાઇકા સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી.હુરુને કહ્યું છે કે, તેમની આ યાદીમાં 124 સેલ્ફ-મેડ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ 16 દેશોની છે. રસપ્રદ વાત એ છે કે જાપાન, જર્મની, ફ્રાન્સ, કેનેડા અને સાઉથ કોરિયા એવા દેશો છે જ્યાં કોઈ પણ મહિલા આ લિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં ભારતમાં સેલ્ફ-મેડ મહિલાઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. હુરુનના ચેરમેન અને ચીફ રીસર્ચર રૂપર્ટ હુગેવર્ફે જણાવ્યું છે કે, આજે વિશ્વમાં 124 સેલ્ફ-મેડ મહિલાઓ છે. તે પાંચ વર્ષ પહેલાંની તુલનામાં બમણી છે.