વેલેન્ટાઈન્સ ડે સુપરહોટ લુકમાં સેલિબ્રેટ કરવો છે? તો આ હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ રૂટિન ફોલો કરો

0
8

આજે 1 ફેબ્રુઆરી છે અને વેલેન્ટાઈન્સ ડેને હજુ 2 અઠવાડિયાંનો સમય બાકી છે. આજથી વેલેન્ટાઈન્સ ડેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્કફ્રોમ હોમને કારણે જો તમારું વજન વધી ગયું છે અને વેલેન્ટાઈન્સ ડેના દિવસે તમે સ્લિમ ટ્રિમ લુકમાં પોતાની જાતને માગો છો તો અમે તમારા માટે હેલ્ધી રૂટિન લઈને આવ્યા છીએ. જિંદલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટના ચીફ ડાયટિશિયન સુષ્મા પીએસ પાસેથી જાણો હેલ્ધી રૂટિન ટિપ્સ જે તમને સ્લિમ બનાવી દેશે.

  • દિવસની શરૂઆત 6 વાગ્યાથી કરો: સવારે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી લીંબું, 1 ચમચી મધ મિક્સ કરો. મધ ન હોય તો ગોળ પણ ઉમેરી શકો છો. પાણી નવશેકું હશે તો વધારે ફાયદો થશે. આ પાણી પીધા પછી રાતે પલાળેલી 4-5 બદામ ખાઓ.
  • એકદમ ઝડપથી વજન ઓછું કરવા માગતા હો તો રાતે 2 ચમચી મેથી પલાળી લો. સવારે તેને ચાવીને ખાઈ જાઓ. તેમાં ઘણી માત્રામાં ફાઈબર હોય છે. તેનાથી શરીરનો મેટાબોલિઝ્મ રેટ વધે છે.
  • બ્રેકફાસ્ટ: સવારના નાસ્તામાં ગ્રીન સ્મૂધી લો. 200 ગ્રામ સ્મૂધી માટે 100 ગ્રામ પાલક, 4-5 સરગવાના પાન, 2-3 ફુદીનાના પાન, 2-3 પાન મીઠો લીમડો, 1-2 તુલસીના પાન, અડધી ચમચી લીંબુંનો રસ, નાનો ટુકડો તજ, કોઈ પણ એક સિઝનલ ફ્રુટ 50 ગ્રામ મિક્સ કરી સ્મૂધી તૈયાર કરી લો. તેનાથી શરીરને પૂરતી કેલરી મળશે અને પેટ ભરેલું રહેશે.
  • 10થી 11 વાગ્યા સુધીમાં એક સાઈટ્ર્સ ફ્રુટ લો. મોસંબી, નારંગી અથવા કીવી લઈ શકાય. ફ્રુટ ન હોય તો 1 ગ્લાસ છાશ પીઓ. તેમાં ફુદીનો અને જીરું પાઉડર મિક્સ કરો.
  • લન્ચ ટાઈમ: બપોરે ભોજનમાં જુવાર અથવા બાજરી સહિતના મોટા અનાજની રોટલી લો. 1 નાની વાટકી બ્રાઉન રાઈસ લઈ શકો છો. 1 વાટકી લીલું શાક, 1 વાટકી પાતળી દાળ, 1 વાટકી દહીં લઈ શકાય છે. રોટલીમાં ઘી ન લગાવવું જોઈએ.
  • સાંજે 4થી 5 વાગ્યે ગ્રીન ટી અથવા હર્બલ ટી લો. સામાન્ય ચા પણ પી શકાય છે.
  • ડિનર: લીલી શાકભાજીનું સલાડ લો. કાકડી, ટોફૂ, ટમેટાં, મીઠું મિક્સ કરી સલાડ બનાવી શકો છો. કોઈ પણ 2 ફ્રુટ લઈ શકો છો. ફ્રુટની માત્રા કુલ 200 ગ્રામ જ રાખો. તેની સાથે ટમેટો અથવા મશરૂમ સૂપ લઈ શકાય છે. ગ્રીન સલાડનું કોમ્બિનેશન પોતાની પસંદ અને ટેસ્ટ પ્રમાણે બદલતા રહો.