અંબુજા સિમેન્ટ્સે ઉત્તરાખંડના રૂરકીમાં ઇનોવેટિવ લર્નિંગ માટે આંગણવાડીઓનું નવીનીકરણ કર્યું

0
9
સમુદાયના ઉત્થાન માટે વ્યાપક અભિગમની પુનઃસ્થાપના માટે આંગણવાડી કાર્યકરોને સતત તાલીમ આપી રહી છે
અંબુજા સિમેન્ટ્સે શીખવા માટે સમાવેશક માહોલ બનાવવા માટે ટેબલ અને ખુરશી જેવા શીખવાના જરૂરી સાધનો પણ પૂરા પાડ્યા છે

ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પ્રવૃત્તિઓ હેઠળ ઉત્તરાખંડના રૂરકીમાં લાવા અને છાપુર ગામોમાં આવેલા બે આંગણવાડી કેન્દ્રોના સફળ રિનોવેશનની જાહેરાત કરી છે. આ પહેલ શિક્ષણ સુવિધાઓ વધારવા તથા સ્થાનિક સમુદાયોમાં નાની ઉંમરે બાળપણના વિકાસનું જતન કરવાની અંબુજાની ચાલી રહેલી પ્રતિબદ્ધતા દર્શાવે છે.અંબુજા સિમેન્ટ્સ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન કરીને તથા સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલી કવિતાઓકલ્પનાઓ તથા એજ્યુકેશનલ આલ્ફાબેટ્સ સહિતના બીએએલએ (બિલ્ડિંગ એઝ લર્નિંગ એઈડ) કમ્પોનેન્ટ્સ જેવી નવીનતમ શીખવાની સહાયો પૂરી પાડીને નાના બાળકોને શીખવા તથા આગળ વધવા માટે સમૃદ્ધ માહોલ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.આ પ્રયાસો ન કેવળ કોગ્નિટિવ ડેવલપમેન્ટ વધારે છે પરંતુ નાની ઉંમરે શીખવા માટેનો જુસ્સો પણ વધારે છે જે જીવનભર શિક્ષણનો મજબૂત પાયો નાંખે છે. અંબુજા સિમેન્ટ્સે શીખવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવા માટે ટેબલ અને ખુરશી જેવા શીખવાના જરૂરી સાધનો પણ પૂરા પાડ્યા છે.આ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ એ પણ સુનિશ્ચિત કરે છે કે સેન્ટર્સ ખાતે ઉપયોગમાં લેવાતી શીખવાની પદ્ધતિઓમાં સુધારા કરવાના હેતુથી નિયમિત ટ્રેનિંગ સેશન્સ પૂરા પાડીને આંગણવાડી કાર્યકરોને જરૂરી કુશળતાઓથી સજ્જ કરવામાં આવે. તેના સીએસઆર શિક્ષણ કાર્યક્રમ સાથે સંલ્ગન થઈને અંબુજા સિમેન્ટ્સ સરકારી સ્કૂલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારે છે અને બાળકોમાં શ્રેષ્ઠ શીખવાના માહોલને ઊભો કરવા માટે વધારાના સંસાધનો પૂરા પાડે છે.આ પ્રયાસો થકી અંબુજા સિમેન્ટ્સ અનેક લોકોના જીવન પર મજબૂત અને કાયમી અસર ઊભી કરે છે જે શિક્ષણ થકી ભાવિ પેઢીને સશક્ત બનાવીને સામૂહિક સમૃદ્ધિમાં પ્રદાન કરે છે.