શું આપને હોર્સ રાઈડીગનો શોખ છે? જાણો GTU માં શરૂ થતાં કોર્સની વિગત

0
15
આમ તો જ્યારે પણ આપણે કોઈ ઘોડા ગાડી જોઈએ કે ઘોડો જોઈએ તો સ્વાભાવિક રીતે આપણને હોર્સ રાઈડીગ કરવાનું મન થઇ જાય. પહેલાનાં જમાનામાં રાજા મહારાજાઓ હોર્સ રાઈડીગ કરતા
આમ તો જ્યારે પણ આપણે કોઈ ઘોડા ગાડી જોઈએ કે ઘોડો જોઈએ તો સ્વાભાવિક રીતે આપણને હોર્સ રાઈડીગ કરવાનું મન થઇ જાય. પહેલાનાં જમાનામાં રાજા મહારાજાઓ હોર્સ રાઈડીગ કરતા

અમદાવાદ આમ તો જ્યારે પણ આપણે કોઈ ઘોડા ગાડી જોઈએ કે ઘોડો જોઈએ તો સ્વાભાવિક રીતે આપણને હોર્સ રાઈડીગ કરવાનું મન થઇ જાય. પહેલાનાં જમાનામાં રાજા મહારાજાઓ હોર્સ રાઈડીગ કરતા. પણ બદલાતા સમયની સાથે ટુ વહીલર અને ફોરવહીલરના યુગમાં હોર્સ રાઈડીગ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આ લુપ્ત થઈ રહેલી હોર્સ રાઈડીગને જીવંત રાખવા અને વિધાર્થીઓમાં સાહસિકતા ખીલવવા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં હોર્સ રાઈડીગ કોર્સ શરૂ થઈ રહ્યો છે.

રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી આગામી ડિસેમ્બરથી ઘોડેસવારીનો કોર્સ શરૂ કરશે.  જીટીયુ રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે જે આ પ્રકારનો કોર્સ શરૂ કરશે. GTUના વાઇસ ચાન્સેલર નવીન શેઠએ જણાવ્યું કે ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા અપના પ્રદેશ. અપના ખેલ હેઠળ લુપ્ત થતી કળા જાળવવા માટે વિવિધ કોર્સ શરૂ કરી રહી છે. વેદ,સંસ્કૃત સહિતનાં કોર્સ શરૂ કરવામા આવ્યા છે ત્યારે આગામી ડિસેમ્બરમાં ઘોડેસવારીના બે કોર્સ શરૂ કરશે. જેમાં એક મહિનાનાં કોર્સની ફી 7 હજાર રૂપિયા અને 3 મહિનાના કોર્સની ફી 20 હજાર રૂપિય રહેશે.

એક મહિનાના કોર્સમાં વિદ્યાર્થીને 30 ક્લાક ઓનલાઇન અને 30 ક્લાક પ્રેકટીકલ ટ્રેનિગ આપવામા આવશે. જ્યારે 3 મહીનાનાં કોર્સમાં આ રેશિયો 50 -50 ટકા રહેશે.  ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે આયોજન થયું છે. વિદ્યાર્થીઓમાં સાહસિકતાની ભાવનાનો વિકાસ થાય, લુપ્ત થઈ રહેલી અશ્વારોહણ કળા બાબતે જાણકારી મળે તે હેતુસર લોકો માટે જીટીયુ આ કોર્સ શરૂ કરશે.