જીત્યા પછી સાક્ષી ધોનીને ભેટી પડી: ઝિવા પણ પિતાને વળગી પડતાં એક પર્ફેક્ટ પરિવાર જોવા મળ્યો

0
27
CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે
CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એકવાર ચેમ્પિયન બની ગઈ છે. ચેન્નઈએ ચોથીવાર IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ દરમિયાન CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ચેન્નઈની જીત પછી ધોનીની પત્ની સાક્ષી અને તેની દીકરી ઝિવા જે દર્શકો સાથે સ્ટેન્ડ્સમાં પણ હાજર રહી હતી. મેદાન પર જ્યારે ધોનીને મળવા માટે ગઈ ત્યારે એટલી ભાવુક થઈ ગઈ હતી કે તાત્કાલિક તે પતિને ભેટી પડી હતી. ત્યાર પછી ઝિવા પણ તેમની પાસે આવી જાય છે અને આખો પરિવાર એકબીજાને ભેટી પડે છે. આને ધોનીના પરિવારનો પર્ફેક્ટ વીડિયો ગણવામાં આવી રહ્યો છે. વળી, વધુ એક વીડિયોમાં ચેન્નઈની જીત પછી સાક્ષી ઉજવણી કરતી જોવા મળી હતી.

દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ કોલકાતાને 27 રનથી હરાવ્યું હતું. ચેન્નઈએ આની પહેલાં 2010, 2011 અને 2018માં IPL ટાઈટલ પોતાને નામ કર્યું છે. ચેન્નઈએ આ ચોથું ટાઈટલ જીતીને ફેન્સને અમૂલ્ય ભેટ આપી છે. ધોની હવે રોહિત શર્મા પછી સૌથી વધુ IPL ટાઈટલ જીતનારો કેપ્ટન બની ગયો છે. ફાઇનલ મેચ દરમિયાન ધોની, સુરેશ રૈના અને ડુપ્લેસિસના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.

ફાઇનલમાં ધોની એન્ડ ટીમે ટોસ હાર્યા પછી બેટિંગ કરતાં 20 ઓવરમાં 192/3નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આક્રમક શરુઆત કરી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ્સ ગુમાવ્યા પછી 20 ઓવરમાં માત્ર 165/9નો સ્કોર કર્યો હતો, જેથી ચેન્નઈએ 27 રનથી મેચની સાથે IPLનું ચોથું ટાઈટલ જીતી લીધું છે.

આની પહેલાં કોલકાતા 2 વાર IPL ફાઇનલમાં પહોંચી ચૂકી હતી, જેમાં તેણે 2012 અને 2014માં આ તકનો લાભ ઉઠાવી ટાઈટલ પણ પોતાને નામ કર્યું હતું. આ બંને ટાઈટલ ઈન્ડિયન ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે જિતાડ્યાં હતાં.