Thursday, May 22, 2025
HomeIndiaઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડ અને ટકેડા ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડ (ટકેડા) દ્વારા સ્થાપવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની (TSE:4502/NYSE:TAK) છે. તે ભારતમાં વાશી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની 25મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ વૈશ્વિક સ્તરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનમાં પરિવર્તનકારી સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (એપીઆઈ) અને ઈન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરવાની કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.છેલ્લા 25 વર્ષના ગાળામાં વાશી ખાતેની મેન્યુફેક્ચરિંગ સાઇટ યુરોપ, જાપાન, બ્રાઝિલ અને કોરિયામાં ટકેડાના માર્કેટ માટે એપીઆઈ અને ઈન્ટરમિડિયેટ્સના સપ્લાયર તરીકે ઉભરી આવી છે. 100 ટકા નિકાસલક્ષી એકમ તરીકે તેણે સતત સુરક્ષા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપી છે. પોતાની સફરના ભાગરૂપે આ સાઇટે ટકેડાના સ્મોલ મોલેક્યુલ પ્રોડક્ટ માટે ક્ષમતા વૃદ્ધિ અને બહુવિધ ટેક ટ્રાન્સફર સફળતાપૂર્વક અમલમાં મૂકી છે અને સ્પર્ધાત્મકતા જાળવી રાખી છે, જેનાથી ટકેડાના નેટવર્કમાં એક મહત્વપૂર્ણ ઉત્પાદન સાઇટ બની છે.ભવિષ્ય તરફ જોવામાં આવે તો ઝાયડસ ટકેડાના વ્યૂહાત્મક નેટવર્કમાં સાઇટની ભૂમિકાને વધારવાનો લક્ષ્ય ધરાવે છે. તેની મુખ્ય પહેલમાં નવા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો અને મુખ્ય સ્ટાર્ટિંગ સામગ્રી સાથે ઉત્પાદન પોર્ટફોલિયોનું વિસ્તરણ, કિલો લેબ સુવિધાઓમાં વધારો કરવો, ટકેડાના નેટ-ઝીરો ઉત્સર્જન લક્ષ્ય માટે રિન્યુએબલ ઊર્જા તરફ જવું, કાર્યક્ષમતા સુધારવા અને કચરો ઘટાડવા ડિજિટલ ઓટોમેશન ટેકનિકમાં રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓ વિકસાવવા, વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવા, સતત શિક્ષણ દ્વારા કર્મચારીઓના જોડાણને આગળ વધારવા અને આરોગ્ય અને પર્યાવરણીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.થોમસ વોઝનીવેસ્કી, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ઓફિસર, ટકેડા અને ઝાયડસ ટકેડાના બોર્ડના ચેરમેન અને ડિરેક્ટરે જણાવ્યું કે, “અમે ઝાયડસ સાથે સફળ ભાગીદારી બદલ આભારી છીએ, જેઓ વિશ્વભરમાં દર્દીઓને વધુ સારી સેવા આપવા માટે અમારા મૂલ્યો અને પ્રતિબદ્ધતા શેર કરે છે. છેલ્લા 25 વર્ષમાં વાશી ખાતેના સાથીઓએ આ સાઇટને ટકેડા નેટવર્કના અભિન્ન ભાગ તરીકે પ્રસ્થાપિત કરી છે. સુરક્ષા, ગુણવત્તા અને પર્યાવરણીય ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને, સાઇટની ભાવિ સફળતા માટે સાઇટને સતત સુધારવા માટેનું તેમનું સમર્પણ મહત્વપૂર્ણ સાબિત થશે.”ઝાયડસ લાઇફસાયન્સિસના ચેરમેન અને ઝાયડસ ટકેડા બોર્ડના ડિરેક્ટર પંકજ આર પટેલે જણાવ્યું હતું કે, “ઝાયડસ ખાતે અમે હંમેશા વિન-વિન ભાગીદારી અને વૃદ્ધિ માટે સહયોગને વધારવામાં માનીએ છીએ. દાયકાઓથી વિકસિત થયેલી ભાગીદારીમાં આ એક અત્યંત વિશિષ્ટ સીમાચિહ્ન છે. અમે ઉત્પાદન ઉત્કૃષ્ટતામાં ગુણવત્તા અને ચોકસાઇના ઉચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ રહેવાનું જાળવી રાખ્યું છે જેની સાથે સંયુક્ત સાહસની સ્થાપના કરવામાં આવી હતી અને તે તેનો પાયાનો પથ્થર બની રહી છે. અમે આ પ્રવાસમાં આગળ વધીશું તેમ તેમ વૃદ્ધિ અને શ્રેષ્ઠતા માટેની નવી તકો શોધીશું.”25મી વર્ષગાંઠ નિમિત્તે વાશી ખાતેની સમર્પિત ટીમની પણ ઉજવણી કરવામાં આવી છે. તેમની કુશળતા અને અનુકૂલનક્ષમતાએ સાઇટની સફળતાને આગળ ધપાવી છે, ઝાયડસ અને ટકેડાના સહિયારા મૂલ્યોનું આ ઉદાહરણ છે જે દર્દી કેન્દ્રિત, વિશ્વાસ, પ્રતિષ્ઠા, વ્યવસાય, પરિવર્તન માટે અનુકૂલનક્ષમતા, અમલમાં શ્રેષ્ઠતા, નાવીન્ય, સહયોગ, સન્માન વિશ્વાસ અને પ્રામાણિકતાનું ઉદાહરણ છે. પોતાની વ્યાવસાયિકતા માટે જાણીતી ઝાયડસ ટકેડાની ટીમ આ મૂલ્યોને જાળવી રાખવાનું ચાલુ રાખે છે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here