Monday, September 14, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં પહેલીવાર ચેક રિટર્નના કેસ માટે રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરૂ, પેન્ડિંગ કેસોનો...

અમદાવાદમાં પહેલીવાર ચેક રિટર્નના કેસ માટે રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરૂ, પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવશે

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

સ્ટેટવાઈડ એક્સેસ ટુ રિમોટ એડજયુડીકેશન સિસ્ટમ(સારસ) પ્રોજેકટના ભાગરૂપે ગુજરાતના ન્યાયતંત્રમાં સૌપ્રથમવાર લાલ દરવાજા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની પાંચ નવી ઓનલાઇન કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન તાજેતરમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલી રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ થતાં હવે દેશના કોઈપણ ખૂણેથી ચેક રિટર્નના કેસનું ઓનલાઈન ફાઈલિંગ થઇ શકશે અને કોઈપણ જગ્યાએથી વકીલ કે પક્ષકારો તેમના કેસો વર્ચ્યુઅલી ચલાવી શકશે.ચેક રિટર્નના કેસોની આ નવી ઓનલાઈન કોર્ટમાં ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેર દ્વારા સંબંધિત કેસો ટ્રાન્સફર કરવામાં આવશે અને આ કોર્ટમાં નવનિયુક્ત જજોએ ઓનલાઈન અને વર્ચ્યુઅલી કેસોની સુનાવણી હાથ ધરવાની રહેશે. ચેક રિટર્નના આ ઓનલાઈન કેસો અને રિમોટ એડજયુડીકેશન કોર્ટ માટે અમદાવાદના બે જજ ઉપરાંત, આણંદ, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લાના ન્યાયાધીશોને કાર્યભાર પણ સોંપી દેવાયો છે. બેન્કીગ અને નોન બેન્કિં ફાઈનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના કેસો હવે ઓનલાઈન કોર્ટમાં ચાલશે. વકીલોએ પણ ઇ-ફાઇલિંગ કરી વર્ચ્યુઅલી જ કેસો ચલાવવાના રહેશે.આ અંગે ગુજરાત બાર કાઉન્સિલની ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચેક રિટર્નના કેસોની સુનાવણી અને નિકાલ માટે લાલ દરવાજા, અપનાબજાર બહુમાળી બિલ્ડીંગના છઠ્ઠા માળે આ નવી પાંચ ઓનલાઇન કોર્ટ (રિમોટ એડજયુડીકેશન કોર્ટો) શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી આ નિર્ણય લેવાયો છે, જે બહુ મહત્ત્વનો સાબિત થશે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here