Monday, October 12, 2026
HomeWorldઅમારા પર પરમાણુ હુમલો ઉત્તર કોરિયાના શાસનનો અંત હશે, દક્ષિણ કોરિયાની કિમ...

અમારા પર પરમાણુ હુમલો ઉત્તર કોરિયાના શાસનનો અંત હશે, દક્ષિણ કોરિયાની કિમ જોંગને ચેતવણી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મિસાઈલ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન : દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયાએ આજે સવારે ફરી એકવાર ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું

ઉત્તર કોરિયાના વધતા જતા મિસાઈલ અને રોકેટ પરીક્ષણો વચ્ચે દક્ષિણ કોરિયાએ કિમ જોંગ-ઉન શાસનને ચેતવણી આપી છે. સિયોલે કહ્યું છે કે જો ઉત્તર કોરિયા તેના પર કોઈપણ પ્રકારનો પરમાણુ હુમલો કરશે તો તે કિમ જોંગ-ઉનના નેતૃત્વ હેઠળના શાસનનો અંત આવી જશે.

અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે હાલમાં જ સૈન્ય સ્તરે હથિયારોની તૈનાતીને લઈને વાતચીત થઈ હતી. જેના કારણે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. એક ચેતવણી પણ જારી કરી હતી કે આ વિસ્તારમાં US પરમાણુ સક્ષમ સબમરીન અને અન્ય રાજદ્વારી જમાવટ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ફરજ બની શકે છે.

ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોના ઉપયોગની ચેતવણી આપી

ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુન-નામે એક દિવસ પહેલા અમેરિકાની 18,750 ટનની ઓહિયો ક્લાસ મિસાઇલ સબમરીન યુએસએસ કેન્ટકીના દક્ષિણ કોરિયામાં આગમનની નિંદા કરી હતી. 1981 બાદ આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ પોતાની સબમરીન દક્ષિણ કોરિયા મોકલી છે. બંને દેશો વચ્ચે પ્રથમ ન્યુક્લિયર કન્સલ્ટેટિવ ​​ગ્રૂપ મીટિંગને ધ્યાનમાં રાખીને યુએસ નેવી સબમરીન મંગળવારે બુસાન પહોંચી હતી. આ અંગે ઉત્તર કોરિયાએ બંને દેશોને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે ચેતવણી આપી હતી.

દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ધમકી આપી

દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની ધમકી પર કહ્યું કે કિમ શાસનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. હાલમાં ઉત્તર કોરિયા એકમાત્ર એવો દેશ છે જેણે દક્ષિણ કોરિયા અને યુએસના જોડાણને પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે કે જો પરમાણુ હુમલા જેવી ઘટના થશે તો તેનો જવાબ તાત્કાલિક, મોટા પાયે અને અંતિમ હશે. આ સાથે જ દક્ષિણ કોરિયાએ ચેતવણી આપતા કહ્યું કે તે જો પરમાણું હુમલો કરશે તો ઉત્તર કોરિયાના શાસનનો અંત આવશે.

ઉત્તર કોરિયાએ ફરી એકવાર ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું

આ દરમિયાન ઉત્તર કોરિયાએ આજે સવારે ફરી એકવાર ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા તરફથી ચીન અને કોરિયન દ્વીપકલ્પ વચ્ચેના પીળા સમુદ્રમાં મિસાઈલો છોડવામાં આવી હતી. સવારે લગભગ 4 વાગ્યે મિસાઈલો છોડવામાં આવી હતી.  JCS અનુસાર દક્ષિણ કોરિયા અને યુએસની ગુપ્તચર એજન્સીઓ આ ગતિવિધિઓ પર ખુબ જ નજીકથી નજર રાખી રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here