અમે બંગાળને પાકિસ્તાન નહીં બનવા દઈએ : સ્મૃતિ ઈરાની અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

0
83
Smriti Irani wants to see Surat as textile machinery hub
Smriti Irani wants to see Surat as textile machinery hub

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા પર સાધ્યું નિશાન । બંગાળની સુરક્ષા ખતરામાં રાજ્યમાં અલકાયદા ફેલાઈ રહ્યો છે, ગેરકાયદે બોમ્બ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે | કેન્દ્રીય ટેક્ષઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરતથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યા

‘Political police’ in West Bengal, says Governor Jagdeep Dhankharપશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે શનિવારે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મીટિંગ પછી ધનખડે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું, “બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા ખતરામાં છે. ત્યાં અલકાયદા ફેલાય રહ્યો છે અને ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ઝડપથી વધી રહ્યું છે. હું જાણું છું કે પ્રશાસન શું કરે છે? બંગાળમાં DGPની સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી. તેથી હું કહું છું કે અમારી પોલીસ પોલિટિકલ છે.” જ્યારે સુરતમાં આજે કેન્દ્રીય ટેક્ષઈલ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ત્રિદિવસીય ‘સીટેક્ષ એક્ષ્પો-૨૦૨૧’ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તા. ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત પ્રદર્શનમાં અદ્યતન ટેક્ષટાઈલ મશીનરી, એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળથી આવેલા મહિલા સાંસદ દ્વારા દીદી મુદ્દે ટીપણીની કરતા રાજકરણ ગરમાયું છે. સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન યોજાનાર ત્રિ–દિવસીય ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ૨૦૨૧’ને ખુલ્લો મુક્યો હતો.
ટેક્સ્ટાઈલ્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન હતું કે, વૈશ્વિક મહામારીમાં માત્ર ભારતમાં એક અનોખો ઇતિહાસ રચાયો છે, જ્યાં સુરતના ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગ દ્વારા પ્રથમ વખત એક્ઝિબિશન યોજાયું છે. જે ભારતનું મોટું પ્રમાણ દર્શાવે છે. એક્ઝિબિશનમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અત્યાધુનિક મશીનરી સામે આવી છે. કોરોનાની મહામારીમાં દેશ દ્વારા ઘૂંટણ નથી ટેકયા પરંતુ ઉભા થઇ પરિશ્રમ કરી આર્ત્મનિભર હેઠળ આગળ વધ્યું. માર્ચ મહિનામાં કોરોનાએ ભારતમાં દસ્તક આપી હતી ત્યારથી ૧૧૦૦ કંપનીઓ ઉભી થઈ છે અને સાડા સાત કરોડનો વેપાર લોક ડાઉન દરમ્યાન કર્યો છે, એન૯૫ માસ્કના ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીઝ વધુ વેપાર કર્યો છે. એન ૯૫ માસ્ક બનાવવાળી બે કંપનીઓ હતી. જ્યાં હવે ૨૫૦ કંપનીઓ ઉભી થઇ ગઇ છે. ભારતની નાની ઇન્ડસ્ટ્રીઝને અન્ય દેશ પાસે હાથ ન ફેલાવવા પડે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકારે પાંચ વર્ષ અગાઉ ૬ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું અને હાલ ૧૦ હજાર કરોડનું પેકેજ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ માટે જાહેર કર્યું છે. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત છે.
આ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, વિરોધી લોકો પશ્ચિમ બંગાળ માટે એવું કહે છે કે અમે પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ પણ અમે બીજેપીવાળા એવું કહીએ છીએ કે, અમે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવીશું પરંતુ પશ્ચિમ બંગાળને પાકિસ્તાન નહીં બનવા દઈએ.
વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેબાશિષ ચૌધરીએ આજે ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિબિશનના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપતા જણાવ્યું હતું, દીદીના શાસનમાં લોકો હેરાન થયા છે, પરંતુ બંગાળની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સીટ મેળવી હતી અને લોકોએ આવકરાય છે, વિધાનસભામાં તો ભાજપની સરકાર જ બનશે એવું પણ દેબાશીશ ચૌદરીએ ઉમેર્યું હતું, ગુજરાત નું વિકાસ મોડલ વિશ્વમાં ધ્યાન લેવાઈ રહ્યું છે, પશ્ચિમ બંગાળના લોકોએ ર્નિણય લઈ જ લીધો છે, માત્ર ચૂંટણી યોજાવાની બાકી છે. બંગાળના રાજ્યપાલે કહ્યું કે બંગાળમાં બંધારણીય જોગવાઈઓને અણગણવામાં આવે છે અને ભારતના એક પુત્રને બહારના કહેવામાં આવે છે, તેનાથી મારું દિલ ઘણું જ દુઃખી થયું છે. આપણે બધા જ માં ભારતીના બાળકો છીએ અને એકતામાં વિશ્વાસ રાખીએ છીએ. આ જમીન પર રહેલોત કોઈ પણ વ્યક્તિ બહારનો હોય જ ન શકે. ધનખડની આ કોમેન્ટ એટલા માટે આવી, કેમકે થોડાં દિવસ પહેલાં જ મમતા બેનર્જીએ બંગાળ પહોંચેલા ભાજપના નેતાઓને બહારના કહ્યાં હતા. ધનખડે કહ્યું કે પશ્ચિમ બંગાળ માટે આ વર્ષ ચૂંટણીના કારણે પડકાર ભર્યું છે. રાજ્ય માટે પોતાની છબી સુધારવાની સારી તક છે, કેમકે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંસા સામાન્ય વાત છે. વોટર્સના અધિકારો, બ્યૂરોક્રેસી અને પોલીસની ભૂમિકા સાથે સમજૂતી થતી રહે છે.