સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ત્રીજા વર્ષે ગુજરાત દેશમાં મોખરાના સ્થાને, આ વર્ષે કર્ણાટકની સાથે બેસ્ટ પર્ફોમર

0
6
દેશમાં સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે ગુજરાતમાં સૌથી સાનુકૂળ વાતાવરણ: રિપોર્ટ
શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

સ્ટાર્ટઅપ માટે મજબૂત ઈકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ ઉદ્યોગ સાહસિકોને જરૂરી તમામ સેવાઓ પ્રદાન કરવામાં ગુજરાત અને કર્ણાટક અવ્વલ રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિકસિત કરવા તેમજ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા લેવાયેલા પગલાંઓના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્ક આપ્યા છે. જેમાં ગુજરાત સતત ત્રીજી વખત મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવતા રાજ્યોમાં ટોચે રહ્યુ છેવધુમાં 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં મેઘાલય બેસ્ટ પર્ફોર્મર રહ્યું છે. રેન્કિંગ આપવા પાછળનો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે પ્રયત્નશીલ બનાવવાનો તેમજ શ્રેષ્ઠ નીતિઓ દ્વારા મદદરૂપ થવાનો છે. બેસ્ટ પર્ફોર્મર, ટોપ પર્ફોર્મર, લીડર, એસ્પાયરિંગ લીડર, અને ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ જેવી પાંચ કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યા છે.કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર ટોપ પર્ફોર્મર રહ્યા છે. જ્યારે પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અંદમાન-નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, ગોવા લીડર કેટેગરીમાં, જ્યારે અસ્પાયરિંગ લીડર કેટેગરીમાં છત્તીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ, પુડુચેરી અને નાગાલેન્ડને સ્થાન આપવામાં આવ્યુ છે. ઈમર્જિંગ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં આંધ્રપ્રદેશ, બિહાર, મિઝોરમ, અને લદ્દાખ સફળ રહ્યા છે.ઈનોવેશનને પ્રોત્સાહન,માર્કેટ એક્સેસ, ઈન્ક્યુબેશન, ફંડિંગ સપોર્ટ સહિત 21 એક્શન પોઈન્ટ્સના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. DPIIT સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે આ કવાયત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે વ્યાપાર વાતાવરણને સરળ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 યોજના ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શરૂ કરી હતી.ભારત વિશ્વભરમાં શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે છે. જેને નંબર વન બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર પ્રયાસો કરી રહી છે. જેથી રાજ્યોને શ્રેષ્ઠ સેવાઓ અને નીતિઓ ઘડવાની છૂટ આપવામાં આવી છે. જે ઈકોસિસ્ટમમાં સુધારો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ 2019થી સ્ટાર્ટઅપ ક્ષેત્રે ફોકસ વધ્યુ છે. ફંડ ઓફ ફંડ્સ, સીડ ફંડ સ્કીમ, 3 વર્ષ માટે ઈનકમ ટેક્સ એક્ઝેમ્પશન, એન્જલ ટેક્સની સમસ્યા ઉકેલવી જેવા સુધારાઓ મારફત પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં ઈ-કોમર્સ સેક્ટરનું લોકશાહીકરણ કરવામાં આવશે.સ્ટાર્ટઅપને એક્સેસ આપવા તેમજ મેન્ટર સાથે સંપર્ક સાધવા મદદરૂપ થવા વાણિજ્ય મંત્રાલયે મેન્ટરશિપ, એડવાઈઝરી, આસિસ્ટન્સ, રેસિલીયન્સ એન્ડ ગ્રોથ (MAARG) પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ આગામી થોડા સપ્તાહમાં મેન્ટર્સની યાદી જાહેર કરશે. ​​​​​​​