જાગવાઈમાં સારી તેમજ ખરાબ બંને બાબતોનો સમાવેશ
વિજયવાડા, તા. ૨૩
ભારતમાં સ્થાનિક લોકો માટે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને ફેક્ટરીમાં નોકરી અનામત કરવાની દ્રષ્ટિથી આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિક લોકોને ૭૫ ટકા અનામત આપનાર આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં સ્થાનિક લોકો માટે રાજ્યમાં નોકરીની દ્રષ્ટિથી ઇન્ડસ્ટ્રીયલ અને ફેક્ટ્રી એક્ટ ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, સંયુક્ત એકમોની સાથે સાથે પીપીપી મોડના વર્ગમાં ૭૫ ટકા નોકરી અનામત લેશે. અત્રે નોંધનીય છે કે, કેટલાક રાજ્યો દ્વારા આ દિશામાં જુદા જુદા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી હજુ સુધી આને અમલી કરવાનો નિર્ણય કરાયો ન હતો. મધ્યપ્રદેશની કમલનાથ સરકાર તરફથી ૧૯મી જુલાઈના દિવસે કહેવામાં આવ્યું હતું કે, સરકાર એક કાયદો લાવશે જેના માધ્યમથી સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની ૭૦ ટકા નોકરી અનામત રાખવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી હતી જેમાં સરકારને આર્થિક અને અન્ય સહાયતા મેળવનાર માટે કંપનીઓને ૭૦ ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાની બાબતને ફરજિયાત કરવામાં આવી હતી. હવે આંધ્ર સરકારે પ્રાઇવેટ જાબમાં અનામત ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. આ એક્ટમાં સારી ચીજ હોવાની સાથે સાથે કેટલીક ખામીઓ પણ રહેલી છે. સારી એટલા માટે છે કે, રાજ્યમાં સ્થાનિક લોકોની ભરતીને પ્રોત્સાહન મળશે. આનાથી સરકારની નીતિ સ્પષ્ટ થાય છે. જા કે, સરકારને રાજ્યમાં સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપવા માટે પોતાના કુશળ વિકાસ કેન્દ્રોને પણ વિકસિત કરવા પડશે. ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વચન આપ્યું હતું જેના લીધે હવે તેઓ આ દિશામાં આગળ વધ્યા છે.