આમ તો આ વર્ષે કંગનાની વર્ષની શરૂઆતમાં પંગા નામની એક જ ફિલ્મ આવી હતી. આ એક ફિલ્મ થકી કંગનાએ સફળતા તો મેળવી હતી પણ તે પછી તેની એક પણ ફિલ્મ ન આવી. પણ આખું વર્ષ કંગનાએ કોન્ટ્રોવર્સી ક્વીનનું તેનું બિરુદ જાળવી રાખ્યું હતું. આખા વર્ષ દરમિયાન એક પછી એક કોન્ટ્રોવર્સી હેઠળ તેણે પોતાનું નામ ચર્ચામાં રાખ્યું હતું.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કંગનાએ સૌથી પહેલાં નેપોટિઝમ ઉપર સવાલ ઉઠાવ્યો અને બોલિવૂડમાં સારા સારા ટેલેન્ટને નેપોટિઝમને કારણે કામ નથી મળતું. બોલિવૂડના અનેક કલાકારોને તેણે બોલિવૂડ માફિયા તરીકે સંબોધિત કરી દીધા હતા. આ કોન્ટ્રોવર્સી ખાસ્સો સમય ચાલી હતી. તે સતત આ વિશે પોતાનાં અલગઅલગ નિવેદનો આપતી રહી હતી.સુશાંતનો કેસ આગળ ચાલ્યો અને નેપોટિઝમને કારણે તેણે આત્મહત્યા નથી કરી તેવું બહાર આવ્યા બાદ પણ કંગનાએ પોતાનાં નિવેદનો ન છોડયાં,
ત્યારબાદ બોલિવૂડમાં ડ્રગ્સનું એંગલ બહાર આવ્યું. હિન્દી સિનેજગતના અનેક માંધાતાનાં નામ ડ્રગ્સમાં સંડોવાઇ ગયાં હતાં ત્યારે પણ કંગનાએ કલાકારો ઉપર ધોંસ બોલાવી અને બધાને ડ્રગ્સ એડિક્ટેડ કહીને ખૂબ નિવેદનો આપ્યાં હતાં. તે સમયે તેણે મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ ધોંસ બોલાવી હતી, ત્યારબાદ તેની મુંબઇની ઓફિસ ડિમોલાઇઝ કરવામાં આવી હતી.જયા બચ્ચને જ્યારે પાર્લામેન્ટમાં બોલિવૂડનો પક્ષ લઇને પોતાની વાત રાખી અને જણાવ્યું કે અમુક લોકોના કારણે આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બોલિવૂડ એડિક્ટેડ કહેવું, જે લોકોને અહીં નામ અને કામ મળ્યું છે તે લોકો જ તેને ગટર કહે છે તે વાજબી વાત નથી.
કંગનાએ જયા બચ્ચનને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે સ્ટ્રગલ તો અમે પણ કરીએ છીએ તો અમને પણ થોડી રિસ્પેક્ટ આપો, મારે જયાજીને પૂછવું છે કે મારી જગ્યાએ તમારી દીકરી હોત તો પણ આવું જ કહ્યું હોત?
સુશાંતનો કેસ આગળ ચાલ્યો અને નેપોટિઝમને કારણે તેણે આત્મહત્યા નથી કરી
સુશાંત અને ડ્રગ્સવાળી કોન્ટ્રોવર્સી માંડ પૂરી થઇ કે કંગનાએ ફાર્મર પ્રોટેસ્ટ સમયે પણ બેફામ ટ્વીટ કરીને કોન્ટ્રોવર્સી ઊભી કરી હતી.
એકબેફામ ટ્વીટ કરીને કંગના આ આખું વર્ષ સમાચારમાં રહી હતી.