વરુણ-સારાની ‘કુલી નંબર 1’માં નવું કંઈ જ નહીં

0
34
સંવાદો વ્હોટ્સએપ ફોરવર્ડેડ જોક્સથી પ્રેરિત હોય તેવા છે. પાત્રો ઘણી જ ઝડપથી ડાયલોગ બોલે છે કે દર્શકોને શ્વાસ લેવાનો પણ પૂરતો સમય મળતો નથી
સંવાદો વ્હોટ્સએપ ફોરવર્ડેડ જોક્સથી પ્રેરિત હોય તેવા છે. પાત્રો ઘણી જ ઝડપથી ડાયલોગ બોલે છે કે દર્શકોને શ્વાસ લેવાનો પણ પૂરતો સમય મળતો નથી

‘કુલી નંબર વન’ પલાયનવાદી સિનેમાની પરાકાષ્ઠા છે. જોકે, આપણે આની ફરિયાદ પણ કરી શકીએ તેમ નથી, કારણ કે ડેવિડ ધવનની આવી 45 ફિલ્મને આ જ ઓડિયન્સે હિટ કરાવી છે. આવી ફિલ્મ બનાવનારો તર્ક એવો હોય છે કે દર્શક રિયલ લાઈફમાં ઘણાં જ હેરાન-પરેશાન હોય છે. રોજી રોટીને કારણે રોજની ભાગદોડથી માનસિક રીતે થાકી ગયા હોય છે. થિયેટરમાં તેમને આ બધાથી દૂર હસી-ખુશીની દુનિયામાં લઈ જવા જોઈએ.

અહીંયા પણ આ જ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોવાના અમીર જેફ્રી રોજારિયો (પરેશ રાવલ)એ લગ્ન કરાવતા પંડિત જયકિશન (જાવેદ જાફરી)નું અપમાન કર્યું હોય છે. પંડિત રોજારિયાની દીકરી સારા (સારા અલી ખાન) માટે ગરીબ ઘરનું સગપણ લઈને આવ્યો હતો. જયકિશન મુંબઈ સેન્ટ્રલના રાજ કુલી (વરુણ ધવન)ના લગ્ન કેવી રીતે સારા સાથે ફિક્સ કરાવે છે, ફિલ્મમાં તેની વાત કરવામાં આવી છે. રાજ કુલીને કુંવર રાજ પ્રતાપ સિંહ બનાવે છે. પંડિત જય કિશન જેક્સન બને છે. જેફ્રી રોજારિયો તથા સારા આ બહુરૂપિયાની જાળમાં ફસાઈ જાય છે.ચલો, આ બધું તો આપણે માની લઈએ પરંતુ આપણે કેવી રીતે ડેવિડ ધવનની ‘જાળ’ એટલે કે ‘મેક બિલીવ’ પર વિશ્વાસ કરીએ. વર્ષ 2020માં સારા પણ કુંવર રાજ પ્રતાપ સિંહ અંગે કોઈ તપાસ કરતી નથી. અમીર માનીને લગ્ન માટે હા પાડી દે છે. હવે આ ફિલ્મથી ન્યૂ ઈન્ડિયાની યંગ ઓડિયન્સ કેવી રીતે કન્વીન્સ થાય, તે તો કદાચ ડેવિડ ધવનને પણ ખબર નહીં હોય. એક મોટી જનરેશન કમિટમેન્ટ ફોબિક છે. પ્રેમ કરવો છે પરંતુ લગ્ન નહીં. લગ્ન કર્યાં તો અત્યારે પરિવાર નહીં. અહીંયા તો સારા ઘણી જ સહજતાથી રાજુ કુલી ઉર્ફે કુંવર રાજ પ્રતાપ સિંહ પર આંધળો વિશ્વાસ કરવા લાગે છે.

રાઈટિંગ તથા ડિરેક્શનની ટીમે આ વાતના મૂળ સુધી જવાનો પ્રયાસ જ નથી કર્યો કે પંડિત જયકિશન ઉર્ફે જેક્સન પાસે રાજુ કુલીને કરોડપતિ બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા. આ દરમિયાન મોટા સેઠની હત્યા થઈ જાય છે અને પછી બધું ઠીક થવા લાગે છે.

જાવેદ જાફરી, રાજપાલ યાદવ, પરેશ રાવલ તમામે કોમેડી પર ભાર આપ્યો છે. જોકે, એક સેકન્ડ માટે પણ હસવું આવતું નથી. સારા રોજારિયોના રોલમાં સારા અલી ખાને કંઈ ખાસ કમાલ બતાવી નથી. તેણે એક્સપ્રેશન પર કામ કરવું પડશે.

ટૂંકમાં ગોવિંદાવાળી ‘કુલી નંબર વન’ને હૂબહૂ આજની તારીખમાં સેટ કરી દેવામાં આવી છે. વાર્તા, પાત્રો, ઘટનાક્રમ કોઈ પણ બાબતમાં થોડો પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે આ એસ્કેપિસ્ટ સિનેમાને OTTની ઓડિયન્સ શું પ્રતિક્રિયા આપે છે, તે જોવું રસપ્રદ રહેશે. જોકે, આ વાત ખબર પડશે નહીં, કારણ કે ડિજિટલ પ્લેટફોર્મના વ્યૂ જાહેર કરવામાં આવતા નથી.ફિલ્મમાં દર્શકો વરુણ ધવન તથા ગોવિંદાની તુલના કરશે. વરુણે લાઉડ થવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મિથુન ચક્રવર્તીનો અવાજ કાઢીને રાજુ કુલીને એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી છે. જાવેદ જાફરી, રાજપાલ યાદવ, પરેશ રાવલ તમામે કોમેડી પર ભાર આપ્યો છે. જોકે, એક સેકન્ડ માટે પણ હસવું આવતું નથી. સારા રોજારિયોના રોલમાં સારા અલી ખાને કંઈ ખાસ કમાલ બતાવી નથી. તેણે એક્સપ્રેશન પર કામ કરવું પડશે. ડાન્સમાં તેની મહેનત જોવા મળે છે. અન્ય કલાકારોના પર્ફોર્મન્સ પણ જૂની ફિલ્મના શક્તિ કપૂર, કાદર ખાનને તોલે આવે શકે તેમ નથી. સ્ક્રીનપ્લે રુમી જાફરીનો છે. સંવાદ ટિપિકલ ફરહાદ સામજીવાળા છે. સંવાદો વ્હોટ્સએપ ફોરવર્ડેડ જોક્સથી પ્રેરિત હોય તેવા છે. પાત્રો ઘણી જ ઝડપથી ડાયલોગ બોલે છે કે દર્શકોને શ્વાસ લેવાનો પણ પૂરતો સમય મળતો નથી. વરુણ પ્રતિભાશાળી એક્ટર છે. જોકે, તે આવી સ્ક્રિપ્ટને હા પાડીને પોતાની સાથે ન્યાય કરી શકતો નથી.