આજે વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું

0
33
થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો,
થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો,

અમદાવાદ : જેમાં વાહનોને 10 ફૂટ દૂર કશું જ દેખાઈ રહ્યું ન હતું. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર લાખોંદ નજીકના હિલસ્ટેશન જેવાં આ દૃશ્યોમાં વાતાવરણ જોઈ શકાય છે. વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન માત્ર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમા ચલાવવા ફરજ પડી હતી. અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. કેટલાક વાહનચાલકોએ સાઈટ હોલ્ડ કર્યા છે. એક્સપ્રેસ હાઈવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ ધુમ્મસને કારણે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી.જેને કારણે વાહનોને 10 મીટર આગળ કશું દેખાતું ન હતું, તેથી સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા હતા. બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્ થયો હતો.