Friday, September 18, 2026
HomeWorldઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઇડર્સે 2024 એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના...

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઇડર્સે 2024 એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3ની રેસ 2માં મજબૂત પ્રદર્શન કર્યું

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

મોબિલિટી રિસોર્ટ મોટેગી (જાપાન)09 જૂન2024 – 2024 એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3ની રેસ 2માં આજે ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઇડર્સે જાપાનમાં મોબિલિટી રિસોર્ટ મોટેગી ખાતે એપી250 ક્લાસ રેસમાં સાતત્યતા અને મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગઇકાલે રેસ 1માં ટીમ માટે મહત્વપૂર્ણ પોઇન્ટ્સ મેળવ્યા બાદ ભારતીય રાઇડર્સ કેવિન ક્વિન્ટલ અને મોહસિન પરમ્બને આજની રેસમાં પડકારોનો સામનો કરીને દ્રઢતા જાળવી રાખી હતી પરંતુ કમનસીબે તેઓ ટીમ માટે કોઈ પોઇન્ટ્સ મેળવી શક્યા ન હતા. રેસ 2માં મોહસિન પરમ્બને પોતાની કુશળતાનો ઉપયોગ કરીને પોઝિશન મેળવી હતી. ગ્રીડમાં 20માં સ્થાનેથી શરૂઆત કરીને મોહસિને સમગ્ર રેસમાં સાતત્યતા જાળવી રાખી હતી. તેમણે પોતાના અનુભવનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો અને તમામ આંતરરાષ્ટ્રીય રાઇડર્સમાં સ્પર્ધાત્મક રહ્યા હતા. સ્ટ્રેટેજિક મૂવ્સનો અમલ કરીને તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને 22’20.928ના ટોટલ ટાઇમ સાથે 17મું સ્થાન મેળવ્યું હતું. કમનસીબે તેઓ ટીમ માટે કોઈ પોઇન્ટ્સ મેળવી શક્યા ન હતા.

બીજી તરફ ગ્રીડમાં 18મા સ્થાનેથી શરૂઆત કરનાર યુવા પ્રતિભાશાળી રાઇડર કેવિન ક્વિન્ટલે સમગ્ર રેસમાં સ્થિરતા જાળવી રાખી હતી. પોતાની સ્થિતિસ્થાપકતા અને કુશળતા દર્શાવતા તેમણે આ રેસમાં મજબૂત સ્પર્ધા આપવાનું ચાલુ રાખ્યું હતું. જોકે તેમના મશીનમાં કેટલીક મિકેનિકલ સમસ્યાના લીધે તેમણે છઠ્ઠા લેપમાં જ ટ્રેક છોડી દેવો પડ્યો હતો. ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા રાઇડર કેવિન ક્વિન્ટલે જણાવ્યું હતું કે “આજે મેં મજબૂત શરૂઆત કરી હતી પરંતુ મારા મશીનમાં મિકેનિકલ સમસ્યાઓના લીધે મારી યોજના ઊંધી વળી હતી. ગઈકાલના પરિણામોને જોતાં મને આ રેસમાં પણ વધારાના પોઈન્ટ મેળવવાનો વિશ્વાસ હતો. કમનસીબે હું રેસ પૂરી કરવામાં અસમર્થ રહ્યો હતો. જો કે આ રાઉન્ડમાં અમને ઘણું શીખવા મળ્યું છે અને મને સપોર્ટ કરવા બદલ હું મારી ટીમ અને ટ્રેનર્સનો આભાર માનું છું. સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે હું આગામી રાઉન્ડમાં વધુ સારા પરિણામોની રાહ જોઈ રહ્યો છું.”

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયાના રાઇડર મોહસિન પરમ્બને જણાવ્યું હતું કે “આજની રેસમાં મેં સુધારો કર્યો હતો. જોકે હું ટીમ માટે સ્કોરિંગ પોઈન્ટ ચૂકી ગયો. સ્પર્ધા અઘરી હતી તેથી મેં સાતત્યપૂર્ણ રહેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે મેં કેવિનને ટ્રેક છોડતો જોયો ત્યારે મેં પેટર્નને અનુસરી અને ભૂલો વિના રેસ પૂરી કરી. આ અનુભવે અમને ઘણું શીખવ્યું છે અને તે આગામી રાઉન્ડમાં વધુ સારા પરિણામો માટે અમારી વ્યૂહરચનાઓમાં વધારો કરશે.”

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here