Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodએકવીસમા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સાંડ કી આંખનું થશે સ્ક્રીનિંગ

એકવીસમા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સાંડ કી આંખનું થશે સ્ક્રીનિંગ

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

‘સાંડ કી આંખ’નું સ્ક્રીનિંગ એકવીસમા મામી ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન કરવામાં આવશે. ૨૪ ઑક્ટોબરે ફેસ્ટિવલમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે અને ફિલ્મ ૨૫ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા તુષાર હીરાનંદાનીએ ડિરેક્શનમાં હાથ અજમાવ્યો છે.

ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુની આ ફિલ્મ વૃદ્ધ શાર્પશૂટર્સના જીવન પર આધારિત છે.

તાપસી શાર્પશૂટર ચન્દ્રો તોમરની ભૂમિકામાં અને ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળવાની છે.

‘મામી ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘સાંડ કી આંખ’ના સ્ક્રીનિંગ વિશે તુષાર હીરાનંદાનીએ કહ્યું હતું કે ‘મારા માટે અને ફિલ્મની પૂરી ટીમ માટે આ ગર્વની વાત છે કે મારા ડિરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મને ‘મામી’ની ક્લોઝિંગ સેરેમનીમાં દેખાડવામાં આવશે. 

મને આશા છે કે તહેવારની આ સીઝનમાં લોકોને આ ફિલ્મ જરૂર પસંદ પડશે.

હું ખુશ છું કે ‘મામી ફિલ્મ ફેસ્ટિવલ’ જેવું પ્લૅટફૉર્મ આ ફિલ્મને મળ્યું છે. સાથે જ હું લોકોનાં રીઍક્શન જોવા માટે પણ ઉત્સાહી છું.’

અલગ પ્રકારનાં પાત્રો ભજવવાની મને હંમેશાં લાલસા રહી છે : ભૂમિ

ભૂમિ પેડણેકરની હંમેશાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્રો ભજવવાની ઇચ્છા રહી છે. તેની ‘સાંડ કી આંખ’, ‘બાલા’ અને ‘પતિ, પત્ની ઔર વો’ રિલીઝ થવાની છે.

આ ત્રણેય ફિલ્મોમાં તેની ભૂમિકા અલગ છે. બહુમુખી પ્રતિભા વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે મને હંમેશાં અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવવાની લાલચ રહી છે.

મારી આગામી ત્રણ ફિલ્મોમાં મારી ફિલ્મોની પસંદગીની વિવિધતા તમને જણાશે. એ ત્રણેય ફિલ્મોની સ્ક્રિપ્ટ અદ્ભુત છે.

સાથે જ એ મારા હાર્ટની પણ ખૂબ નજીક છે. ‘સાંડ કી આંખ’ અને ‘બાલા’માં અગત્યનો મેસેજ છે જે લોકોનાં દિલોને સ્પર્શી જશે.

‘પતિ, પત્ની ઔર વો’ની સ્ક્રિપ્ટ પણ ખૂબ જ શાનદાર છે જે લોકોને જરૂર પસંદ પડશે.’

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here