
Salman Khan Angry On Jaya Bachchan: જયા બચ્ચન હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે જાવેદ અખ્તર અને સલીમ ખાનની જોડી વિશે પણ એવું નિવેદન આપ્યું હતું કે સલમાન ખાન સહન ન કરી શક્યો અને જડબાતોડ જવાબ આપ્યો. તાજેતરમાં જ સલમાન ખાન તેના પિતા સલીમ ખાન અને લેખક જાવેદ અખ્તર સાથે ‘એંગ્રી યંગ મેન’ના ટ્રેલર લૉન્ચ પર જોવા મળ્યો હતો. જેમાં અંતમાં એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જયા બચ્ચને સલીમ અને જાવેદને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહ્યા હતા. જેમાં સલમાને નામ લીધા વગર જ પોતાની નારાજગી વ્યકત કરી હતી. ‘એંગ્રી યંગ મેન’ના ટ્રેલર લૉન્ચ વખતે સલમાનને પૂછવામાં આવ્યું કે, જયા બચ્ચન સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે તેના પિતા સલીમ અને જાવેદને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહ્યા છે તેના પર તેનું શું કહેવું છે? આ સવાલના જવાબમાં સલમાને જયા બચ્ચન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું, ‘જે સ્ટાર્સ મારા પિતા સાથે કામ કરી શક્યા નહોતા કોઈ કારણોસર તેમને તારીખો મળી ન હતી, પ્લોટ પસંદ ન આવ્યો હોય, દેખાવ અને પાત્રો પસંદ ન આવ્યા હોય, તેઓએ તેમને ‘બદતમીઝ’ અને ‘બિગડેલ’ કહેવાનું શરુ કર્યું છે અને કહે છે કે મારા પિતાનું મગજ ખરાબ છે, હકીકતમાં આવું બોલનારા લોકોનું જ મગજ ખરાબ છે. સલમાને વધુમાં કહ્યું હતું કે તેના પિતા અને જાવેદ એક પછી એક હિટ ફિલ્મો લખી રહ્યા હતા અને તેથી જ તેમણે ઘણા નિર્માતાઓ અને કલાકારોને ના પાડી હતી. આ કારણે લોકો તેમને અલગ અલગ ટેગ આપવા લાગ્યા. સલમાને કહ્યું કે આ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા હતા, તેથી આ લોકોનું મગજ ખરાબ ન હતું પરંતુ તમના વિષે આવું બોલનારા લોકોનું મગજ ખરાબ છે.