Saturday, September 19, 2026
HomeEntertainmentનેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં '12th ફેઈલ', કાર્તિકની 'ચંદુ ચેમ્પિયન' કેમ એવોર્ડ ચૂકી

નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ’12th ફેઈલ’, કાર્તિકની ‘ચંદુ ચેમ્પિયન’ કેમ એવોર્ડ ચૂકી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

દેશના ટોચની પ્રતિષ્ઠિત સિનેમા સન્માન નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જેમાં તમિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વનને સૌથી વધુ 4 એવોર્ડ મળ્યા છે. બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પણ 3 એવોર્ડ પોતાને નામ કર્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મ ચાહકો પોતાની ફેવરિટ ફિલ્મ અને મનપસંદ કલાકારોના નામ નેશનલ એવોર્ડ્સની યાદીમાં જોવા માટે ઉત્સુક રહ્યા હતા. જેમાં પોતાની મનપસંદ ફિલ્મને એવોર્ડ ન મળે તો નિરાશ પણ થાય છે.આ એવોર્ડ્સની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અમુક ચાહકોએ વિક્રાંત મેસ્સીની ફિલ્મ ‘12th ફેઈલ’નું નામ આ યાદીમાં ન બોલાતા નિરાશ થઈ બળાપો કાઢ્યો હતો. ગતવર્ષે રિલિઝ થયેલી ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ સુપરહીટ રહી હતી. તેમ છતાં તેનું નામ આ એવોર્ડ્સની યાદીમાં ન હતું.વિક્રાંતનું કામ પણ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યુ હતું, અને મોટાભાગના ચાહકો અને ફિલ્મ જોનારાઓએ અંદાજ લગાવ્યો હતો કે, આ ફિલ્મ નેશનલ એવોર્ડ જીતશે, પરંતુ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની યાદીમાં આ ફિલ્મનું નામ સુદ્ધા પણ લેવામાં આવ્યુ ન હતું. આ વર્ષે રિલિઝ થયેલી ચંદુ ચેમ્પિયન પણ જોયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ અભિયાન ચલાવ્યું હતું કે, કાર્તિક આર્યનને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળવો જોઈએ, પરંતુ આ ફિલ્મનું નામ પણ આ એવોર્ડ્સની યાદીમાં સામેલ ન હતું.

’12th ફેઈલ’ પોતે રેસમાં નહોતી :

નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિજેતાઓની જાહેરાત સીધી રીતે કરવામાં આવે છે, તેમાં પસંદ થયેલી તમામ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવતી નથી. તેથી, સ્પષ્ટપણે કહી શકાય નહીં કે એવોર્ડની રેસમાં કઈ ફિલ્મો જ્યુરીની ફેવરિટ છે. તેમ છતાં, ફિલ્મો વિશે દર્શકો અને વિવેચકોની સામાન્ય લાગણીને કારણે, લોકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ’12th ફેઈલ’ આ વખતે નેશનલ એવોર્ડની રેસમાં આવી શકી ન હતી. તેની પાછળ ખૂબ જ ટેકનિકલ કારણ છે.નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એવી ફિલ્મો માટે આપવામાં આવે છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જ્યારે, ડિસેમ્બર 2022માં, વિક્રાંત મેસીની ’12th ફેઈલ’નું શૂટિંગ સમાપ્ત થયું હતું.આ ફિલ્મને 6 ઓક્ટોબર 2023ના રોજ સેન્સર સર્ટિફિકેટ (આ સર્ટિફિકેટ ફિલ્મની શરૂઆતમાં પ્રદર્શિત કરવામાં આવે છે) મળ્યું હતું અને તે 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેનો અર્થ એ કે તે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની કટ ઓફ ડેટમાં નથી. આનો અર્થ એ પણ છે કે જો તમે ’12th ફેઈલ’ના ચાહક છો તો નિરાશ ન થાઓ, આ ફિલ્મ આગામી એટલે કે 71માં નેશનલ એવોર્ડની રેસમાં હશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here