કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

0
4

– વણઝારા સમાજના લોકોએ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો કર્યો

– વણઝારા સમાજની માંગણી વર્ષોથી બાકી : રાજ્ય સરકારની તાજેતરની દરખાસ્તના લીધે વણઝારા સમાજ ઉશ્કેરાયો

ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાના શિવમોગામાં શિકારપુરા સ્થિત ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. અનામત મુદ્દે વિરોધ કરી રહેલા વણઝારા સમાજના લોકોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ઉપદ્રવીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વણઝારા સમાજ અનુસૂચિત જાતિજનજાતિ સમાજમાં અનામતની માંગ કરે છે. કર્ણાટકમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ઘમસાણે તેજ થઈ ગયું છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજન આપવામાં આવેલા અનામતમાં આંતરિક રિઝર્વેશનને લઈને વણઝારા સમાજે વાંધો ઉઠાવ્યો છે.

શુક્રવારે કર્ણાટકમાં ભાજપની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ માટે બે ટકા આંતરિક રિઝર્વેશનની જાહેરાત કરી હતી.

તેમના કહેવા મુજબ અનુસૂચિત જાતિ સમાજને જે ૧૭ ટકા અનામત આપવામાઁ આવી તેને આંતરિક રીતે વહેંચવામાં આવી છે. આ નિર્ણય હેઠળ એસસી લેફ્ટને છ ટકા, એસસી રાઇટને સાડા પાંચ ટકા, ટચેબલ્સને સાડા ચાર દસ ટકા અને અન્યને એક ટકા ફ અનામત આપવાનો કાયદો પસાર કર્યો.

રાજ્ય સરકારે આ નિર્ણય સદાશિવ આયોગની ભલામણના આધારે કર્યો હતો. વણઝારા સમાજના વડાઓનું કહેવું છે કે ં સદાશિવ પંચની ભલામણોનો અમલ કરવામાં આવતા તેમને નુકસાન થાય છે. રાજ્ય સરકારે આ ભલામણનો અમલ કરવાનો કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી હોવાથી તે પરત પણ તેણે ખેંચવી જોઈએ.

યેદિયુરપ્પાએ આ અંગે જણાવ્યું હતું કે વણઝારા સમાજને કોઈ ગેરસમજ થઈ છે. હું વર્ષોથી અહીં રહ્યુછું. શિકારપુરામાં આવુ પહેલા ક્યારેય થયું નથી. હું વણઝારા સમાજના લોકોના આગેવાનો કરીશ. તેની સાથે તેમણે પોલીસને દેખાવકારો પર કોઈપણ કાર્ય ન કરવા વિનંતી કરી.