ગુજરાતઃ તેજ પવનોથી વિન્ડ પાવરના ઉત્પાદનમાં થયો ધરખમ વધારો

0
267
latest-news/ahmedabad-news/other/due-to-strong-wind-power-generation-of-wind-farm-increased
latest-news/ahmedabad-news/other/due-to-strong-wind-power-generation-of-wind-farm-increased

દરિયાકાંઢાના વેગીલા પવનોને કારણે દેશના પવન ઉર્જા ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. શુક્રવારે રેકોર્ડ સ્તર 4280 મેગાવોટ પાવરનું ઉત્પાદન થયું હતું. શુક્રવારે અને શનિવારે પણ 3500 મેગાવોટ વિન્ડ પાવરનું ઉત્પાદન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુઝલોને 2014માં કચ્છ ખાતે એશિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું વિન્ડફાર્મ ઈન્સ્ટોલ કર્યું હતું. જેની પાવર જનરેશન ક્ષમતા 1100 મેગાવોટની છે.અત્યાર સુધી રાજ્યમાં પાવરની માંગને પહોંચી વળવા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) પર આધાર રાખવામાં આવતો હતો, જેનાથી હવે GUVNLને પણ રાહત મળશે. જો કે સોમવારે સાંજે પાવરના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો, સોમવારે સાંજે 3000 મેગાવોટ પાવરનું ઉત્પાદન થયું હતું. એનર્જી અને રેગ્યુલેટરી એક્સપર્ટ કે.કે. બજાજે કહ્યું કે, “ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ મુજબ વિન્ડ પાવરના ઉત્પાદનમાં વધારો થતાં ઈલેક્ટ્રિસિટી ગ્રાહકો પરનો બોજ હળવો થશે, અત્યાર સુધી વીજળીનો દર યુનિટદીઠ 4.25-4.70 હતો, હવે વિન્ડ પાવરના ઉત્પાદનમાં વધારો થતાં રાજ્યમાં યુનિટદીઠ કોસ્ટ ઘટીને 3.76 રૂપિયા થઈ જશે.”બે પ્રાઈવેટ કંપનીઓ સાથે પાવર પર્ચેજ એગ્રીમેન્ટ અંતર્ગત પાવર સપ્લાય માટેના કરારનો પૂનઃપ્રારંભ ન કરવામાં આવતાં ઓપન માર્કેટમાંથી પાવર ઉર્જા પૂરી પાડવા માટે GUVNL પર દબાણ આવી ગયું હતું. પહેલી જુલાઈએ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી 72 મિલિયન યૂનિટ્સ વીજળી ખરીદવાની જરૂર પડી હતી. જો કે વીજળી ઉત્પાદનમાં વિન્ડ ફાર્મના તગડા ફાળાને પગલે 17 જૂનના રોજ GUVNLએ માત્ર 23 મિલિયન યૂનિટ વીજળી જ ખરીદવી પડી હતી.