Saturday, September 5, 2026
HomeAhmedabadપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688 કરોડની રેકોર્ડ આવક,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688 કરોડની રેકોર્ડ આવક, મુસાફર અને માલભાડા આવકમાં નોંધપાત્ર વધારો

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી દર્શાવી છે. આવક સર્જન, માલ પરિવહન, મુસાફર સુવિધાઓના વિસ્તરણ તેમજ બિન-ભાડા આવકના ક્ષેત્રોમાં મંડળે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. મંડળે આ મહિને અંદાજે ₹688 કરોડની કુલ આવક (Gross Revenue) પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષના મે 2025ની સરખામણીએ 7.01% વધુ છે.
આવકના મુખ્ય આંકડા:
• મુસાફર આવક (Passenger Revenue): 22.68%ના નોંધપાત્ર વધારા સાથે ₹144.95 કરોડ નોંધાઈ, જે ગયા વર્ષની મે મહિનાની ₹118.15 કરોડની આવકની સરખામણીએ ઘણી વધુ છે.
• અન્ય કોચિંગ આવક (Other Coaching Revenue): ગયા વર્ષની ₹16.47 કરોડની આવકમાંથી 52.40%નો વધારો નોંધાઈ ₹25.10 કરોડ સુધી પહોંચી છે.
• માલભાડા આવક (Goods Revenue): મે 2026 દરમિયાન ₹517.34 કરોડની આવક પ્રાપ્ત થઈ, જે ગયા વર્ષની ₹507.72 કરોડની સરખામણીએ અંદાજે 2% વધુ છે.
• મુસાફરોની સંખ્યા: પ્રારંભિક મુસાફરોની સંખ્યા (No. of Orig. Passengers) 12.67% વધીને 34.15 લાખ થઈ ગઈ છે
માલભાડા (Freight) ક્ષેત્રમાં ઐતિહાસિક રેકોર્ડ:
અમદાવાદ મંડળના અનેક મુખ્ય ટર્મિનલ્સ અને સાઇડિંગ્સે અત્યાર સુધીની પોતાની સર્વશ્રેષ્ઠ માસિક માલભાડા આવક નોંધાવી છે:
• દેશલપર (DSLP) ફ્રેટ ટર્મિનલ: અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ₹13.40 કરોડની આવક હાંસલ કરી.
• ઇફ્કો (IFFCO) સાઇડિંગ, ખોડિયાર: ₹9.98 કરોડની રેકોર્ડ આવક નોંધાવી.
• સાનોસરા (SNSR) ફ્રેટ ટર્મિનલ: ₹10.75 કરોડની આવક સાથે અત્યાર સુધીનું પોતાનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું.
• બેન્ટોનાઇટ લોડિંગ (Bentonite Loading): બેન્ટોનાઇટના લોડિંગ દ્વારા મંડળને ₹24.29 કરોડની ઐતિહાસિક માસિક આવક પ્રાપ્ત થઈ
બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU)ના વિશેષ પ્રયાસો:
મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ નવા ગ્રાહકો, નવા ગંતવ્યો અને નવી સામગ્રીને જોડીને આવક વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે:
• નવી સામગ્રી: આઈટીસી લિમિટેડ (ITC Limited) દ્વારા કંડલા પોર્ટથી પોલ્લાચી જંક્શન સુધી ‘સોયાબીન એક્સટ્રેક્શન અને ફ્લેક્સ’ની પ્રથમ મિની રેક લોડ કરવામાં આવી, જેના કારણે ₹42.06 લાખની વધારાની આવક પ્રાપ્ત થઈ.
• નવા ગ્રાહકો: મેસર્સ મેગ્નસ માઇન્સ એન્ડ મિનરલ્સ લિમિટેડ દ્વારા સાનોસરાથી ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડની ખાનગી સાઇડિંગ સુધી બેન્ટોનાઇટની રેક મોકલવામાં આવી, જેના પરિણામે ₹1.07 કરોડની આવક ઉત્પન કરી.
• ઔદ્યોગિક મીઠું, બેન્ટોનાઇટ અને જૈવિક ખાતર જેવી સામગ્રીને દેશના વિવિધ વિભાગો (જેમ કે વડોદરા, ભાવનગર, સિકંદરાબાદ, કોટા, પુણે, જમ્મુ અને ખુર્દા રોડ)જેવા નવા ગંતવ્યો સુધી સફળતાપૂર્વક મોકલવામાં આવી.
નોન-ફેર રેવન્યુ (NFR) અને પાર્સલ ક્ષેત્રમાં નવીનતા:
• ગેમ ઝોન કરાર: મહેસાણા (MSH) સ્ટેશન પર 454 ચોરસ મીટર વિસ્તારમાં પાંચ વર્ષ માટે ‘ગેમ ઝોન’ના વિકાસ અને સંચાલન માટેનો ઈ-ઓક્શન કરાર સફળતાપૂર્વક ફાળવવામાં આવ્યો, જેના દ્વારા ₹44.25 લાખની આવક પ્રાપ્ત થશે.
• પાર્સલ ઈ-ઓક્શન: મે મહિનામાં યોજાયેલા ઈ-ઓક્શન દ્વારા 11 પાર્સલ સંપત્તિઓને ત્રણ વર્ષ માટે લીઝ પર આપવામાં આવી, જેના પરિણામે કુલ ₹20.08 કરોડની આવક મળવાની અપેક્ષા છે.
• મસાલાની પાર્સલ રેક: મહેસાણાથી અઝારા અને ઊંઝાથી મિર્ઝા માટે મસાલાની પ્રથમ પાર્સલ રેકો દોડાવવામાં આવી, જેના દ્વારા અનુક્રમે ₹24.79 લાખ અને ₹27.15 લાખની આવક પ્રાપ્ત થઈ.
યાત્રી સુવિધાઓના વિસ્તરણ તરફ મહત્વપૂર્ણ પગલાં
• ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધારાની માંગને પહોંચી વળવા માટે 33 વિશેષ ટ્રેન ફેરાઓનું સંચાલન કરવામાં આવ્યું તેમજ 43 વધારાના કોચ જોડવામાં આવ્યા.
• આ પ્રયાસોથી આશરે 0.55 લાખ મુસાફરોને સુવિધા મળી અને ₹6.79 કરોડની વધારાની મુસાફર આવક પ્રાપ્ત થઈ.
• ભુજ-દિલ્હી એક્સપ્રેસનો પ્રારંભ: 22 મે 2026ના રોજ માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાલોર-પાલી મારવાડ માર્ગે પ્રથમ વખત ‘ભુજ-દિલ્હી એક્સપ્રેસ’ને ભુજથી લીલી ઝંડી બતાવી રવાના કરી. આ સેવાથી કચ્છ અને દેશની રાજધાની વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.
• ટિકિટ ચેકિંગ અને સ્વચ્છતા અભિયાન: વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી પર નિયંત્રણ લાવવા માટે વિવિધ સ્ટેશનો પર વિશેષ (Fortress) ચકાસણી અભિયાનો હાથ ધરવામાં આવ્યા, જેના પરિણામે મે મહિનામાં અંદાજે ₹3.00 કરોડની ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત થવાની અપેક્ષા છે. ઉપરાંત, સ્ટેશનો પર ગંદકી ફેલાવનાર અને થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી કરીને એન્ટી-લિટરિંગ કેસો હેઠળ ₹1.38 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here