Friday, August 7, 2026
HomeAhmedabadઅમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી, સ્વચ્છતા અને મુસાફરીમાં...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી, સ્વચ્છતા અને મુસાફરીમાં લાવશે પરિવર્તન

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને વંદે ભારત જાહેરાતો માટે ઈ-ઓક્શન દ્વારા ત્રણ વર્ષના કરાર જારી કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગે આવકના નવા સ્ત્રોતોમાં વધારો કરવા અને પરિચાલન કાર્યક્ષમતા સુધારવા ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, 1 જૂન 2026ના રોજ ત્રણ મહત્વપૂર્ણ ઈ-ઓક્શન (e-auction) કરારો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 3 વર્ષની અવધિ માટે આપવામાં આવેલા આ કરારો મુસાફર સુવિધા, માલ પરિવહન લોજિસ્ટિક્સ અને પ્રીમિયમ બ્રાન્ડિંગ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે, જે મળીને ₹4.47 કરોડની બિન-ભાડા આવક (Non-Fare Revenue-NFR) પ્રદાન કરશે. આ ટેન્ડરો દ્વારા રેલવે પ્રશાસને કોઈપણ મૂડીરોકાણ અથવા વધારાના સંચાલન ખર્ચ વિના રેલવેની તિજોરીમાં કુલ ₹4.47 કરોડનું સીધું આર્થિક યોગદાન સુનિશ્ચિત થયું છે.

1. મુસાફરીના અનુભવમાં પરિવર્તન: ટ્રેન સાઇડ વેન્ડિંગ (ટ્રેનની અંદર વેચાણ) – (કરાર આવક: ₹3.72 કરોડ)

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં ‘ટ્રેન સાઇડ વેન્ડિંગ’ કરારનો મુખ્ય હેતુ મુસાફરો માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુવિધાજનક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.
• મુસાફરો માટે ઉત્તમ સુવિધા: હવે મુસાફરોને મુસાફરી દરમિયાન તેમની બેઠક પર જ જરૂરી દૈનિક ઉપયોગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટિશ્યૂ, સેનેટરી પેડ, ડાયપર, સમાચારપત્રો, સામાયિકો, મોબાઇલ ચાર્જર, ઇયરફોન અને રમકડાં જેવી વસ્તુઓનો સમાવેશ થશે.
• મુસાફરોના હિતોની સુરક્ષા: મુસાફરો પાસેથી વધુ કિંમત વસૂલાતી અટકાવવા માટે તમામ ઉત્પાદનોનું વેચાણ ફરજિયાત રીતે મહત્તમ રિટેલ ભાવ (MRP) પર જ કરવામાં આવશે. ઉપરાંત, બિલ/રસીદ આપવી ફરજિયાત રહેશે અને કોઈપણ સમાપ્ત અવધિ (Expired) થયેલ અથવા અનધિકૃત ઉત્પાદનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
• વધુ સારી સુરક્ષા વ્યવસ્થા: અનધિકૃત ફેરિયાઓ (ગેરકાયદેસર વેન્ડરો) પર નિયંત્રણ રાખવા માટે આ પ્રણાલી હેઠળ પ્રતિ ટ્રેન વધુમાં વધુ ચાર (4) વેન્ડરોને જ મંજૂરી આપવામાં આવશે. આ તમામ વેન્ડરો સંપૂર્ણપણે ચકાસાયેલા હશે, નિર્ધારિત યુનિફોર્મ અને બેચ પહેરેલા હશે તેમજ તેમની પાસે QR કોડ આધારિત ઓળખપત્ર હશે.
• ડિજિટલ એકીકરણ: મુસાફરોને મુસાફરી દરમિયાન ઓનલાઈન ઓર્ડર અને ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેના કારણે તેમનો મુસાફરીનો અનુભવ વધુ સરળ અને સુગમ બનશે.

2. મૂળભૂત ઢાંચાની મજબૂતી: માલિયા (MALB) ગુડ્સ શેડમાં વેગન સફાઈ (કરાર આવક: ₹0.57 કરોડ)

માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ માટેનો આ કરાર આત્મનિર્ભર મોડેલ પર આધારિત છે, જે રેલવેના ખર્ચમાં ઘટાડો કરવાની સાથે કાર્યસ્થળની સ્થિતિમાં પણ સુધારો કરે છે.
• રેલવેના ખર્ચમાં બચત: વેગનો અને ગુડ્સ શેડ પરિસરની સફાઈનો સંપૂર્ણ ખર્ચ કોન્ટ્રાક્ટર દ્વારા જ વહન કરવામાં આવશે, જેના કારણે રેલવેના પોતાના સફાઈ ખર્ચમાં સીધી બચત થશે.
• ટ્રેક અને વેગનની લાંબુ આયુષ્ય: કોલસો અને અન્ય અવશેષ સામગ્રીની નિયમિત સફાઈથી વેગનો અને ટ્રેકનું આયુષ્ય (લાઇફસ્પાન) વધશે. ઉપરાંત, ગુડ્સ શેડ પરિસરમાં કચરો એકત્ર થતો અટકશે, જેના કારણે કર્મચારીઓ માટે વધુ સુરક્ષિત કાર્યસ્થળનું નિર્માણ થશે.
• ટકાઉ વ્યાવસાયિક મોડેલ: આ કરાર હેઠળ કોન્ટ્રાક્ટરને સફાઈ દરમિયાન નીકળતા અવશેષો (જેમ કે કોલસો) એકત્રિત કરીને તેનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. પરિણામે, આ મોડેલ કોન્ટ્રાક્ટર માટે પણ આર્થિક રીતે વ્યવહારુ અને લાંબા ગાળે ટકાઉ રહેશે.

3. બ્રાન્ડિંગને નવો આયામ: વંદે ભારત હેડ રેસ્ટ કવર પર જાહેરાત (કરાર આવક: ₹0.18 કરોડ)

દેશની પ્રીમિયમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતાનો લાભ લેતા, આ કરાર હેઠળ કોચની અંદર ઉપલબ્ધ જગ્યાનો ઉપયોગ બ્રાન્ડ દૃશ્યતા માટે કરવામાં આવશે.
• આકર્ષક અને આધુનિક દેખાવ: બ્રાન્ડેડ હેડ રેસ્ટ કવર્સથી ટ્રેનના કોચની અંદરનું વાતાવરણ વધુ સ્વચ્છ, એકરૂપ અને વ્યાવસાયિક દેખાશે, જે મુસાફરોના પ્રવાસને વધુ આરામદાયક બનાવશે.
• જાહેરાતદાતાઓ અને રેલવે બંનેને લાભ: જાહેરાતદાતાઓને મુસાફરી દરમિયાન મુસાફરોના મોટા વર્ગ સુધી સીધી પહોંચ મેળવવાની તક મળશે. સાથે જ રેલવે મુસાફરોના આરામને અસર કર્યા વગર પોતાની ખાલી સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીને આવક મેળવી શકશે.

ઈ-ઓક્શન દ્વારા અપનાવવામાં આવેલી આ બહુઆયામી વ્યાપારી વ્યૂહરચના અમદાવાદ મંડળની આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આથી રેલવેને માત્ર મહત્વપૂર્ણ બિન -ભાડા આવક પ્રાપ્ત થઈ રહ્યો છે, પરંતુ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને કામગીરીની સ્વચ્છતામાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.
***

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here