Monday, October 5, 2026
HomeGujaratપર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ અંતર્ગત મેળવ્યો પર્યાવરણ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત વિપ્રો અર્થિયન એવોર્ડ

૫મી જૂને સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણની વૈશ્વિક થીમને સાર્થક કરતું એક અનેરું ઉદાહરણ ગુજરાતના એક નાનકડા ગામમાં જોવા મળ્યું છે. આ વર્ષની વૈશ્વિક થીમ અંતર્ગત પ્રકૃતિના સંવર્ધન અને ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે દિશામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની સચાણા પ્રાથમિક શાળાએ ભગીરથ કાર્ય કર્યું છે.

શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રી રુપમબાલા કાસુન્દ્રાના નેતૃત્વમાં શાળાએ પર્યાવરણ પ્રદૂષણ અટકાવવા અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે મેળવેલી વિરાટ સફળતા આજે દેશભરની શાળાઓ માટે એક આદર્શ મોડેલ બની ગઈ છે. આ શાળાએ રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫નો પ્રતિષ્ઠિત વિપ્રો અર્થિયન નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

વિપ્રો અર્થિયન એવોર્ડની સિદ્ધિ: કેવી રીતે બની સચાણા પ્રા. શાળા દેશમાં શ્રેષ્ઠ?

વિપ્રો(WIPRO) ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં સ્થાનિક સંસ્થાઓના સંકલનથી પર્યાવરણ આધારિત પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે.
વર્ષ ૨૦૨૫ના વિપ્રો અર્થિયન એવોર્ડ માટે જળ, જૈવ-વિવિધતા અને કચરાના વ્યવસ્થાપનની ત્રણ અલગ અલગ થીમ પર દેશભરમાંથી ૨૦૦૦ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.

ગુજરાત રાજ્યમાં Centre for Environment Education (CEE) સંસ્થા દ્વારા શિક્ષકોને જળ, જૈવ-વિવિધતા અને કચરાના વ્યવસ્થાપન જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ સચાણા શાળાએ અમદાવાદ જિલ્લા માટે નિયત થયેલી ‘વેસ્ટ મેનેજમેન્ટ’ થીમ પર સઘન કાર્ય શરૂ કર્યું હતું. શાળાએ એક સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો હતો.

‘વેસ્ટ મેનેજમેન્ટ’ થીમ અંતર્ગત કાર્ય કરતા સચાણા પ્રાથમિક શાળામાં શિક્ષિકા શ્રી રૂપમબાલાએ સૌથી પહેલા શાળામાં ‘પર્યાવરણ સંરક્ષણ સમિતિ’ની સ્થાપના કરવાનું કાર્ય કર્યું. કચરો એ ગંદકી નથી પરંતુ એક સંસાધન છે તેવા વિચાર સાથે વિદ્યાર્થીઓએ શાળા અને ગ્રામ્ય સ્તરે ‘કચરાની શોધ’ આદરી. બાળકોએ સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને શાળા પરિસરમાં જૈવ વિઘટનના પ્રયોગો કર્યા. ભીના કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્કૃષ્ટ સેન્દ્રીય ખાતર બનાવવામાં આવ્યું, જેણે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરી. આ સમગ્ર પ્રોજેક્ટ પુસ્તકીય જ્ઞાનના બદલે અનુભવજન્ય શિક્ષણ પર આધારિત હતો. આશરે ત્રણ મહિનાની આ સખત મહેનતનો વિસ્તૃત અહેવાલ ઓનલાઇન સબમિટ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ એવોર્ડ માટે અલગ અલગ થીમ હેઠળ ગુજરાતમાંથી ૨૫૦ જેટલાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા હતા.

વિપ્રો અર્થિયન એવોર્ડમાં રાષ્ટ્રીય સ્તરે ત્રણેય થીમ અંતર્ગત દેશભરમાંથી આવેલી ૨૦૦૦ જેટલી અરજીઓમાંથી ટોચની ૨૫ શાળાઓને વિજેતા કરવામાં આવી હતી. જેમાં જૈવ-વિવિધતા થીમમાં ૯ શાળાઓ, જળ થીમ અંતર્ગત ૬ શાળાઓ અને વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં ૧૦ શાળાઓ મળીને કુલ ૨૫ શાળાઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની સચાણા પ્રાથમિક શાળા પણ વેસ્ટ મેનેજમેન્ટ થીમ અંતર્ગત વિજેતા તરીકે પસંદગી થઈ હતી. વિજેતા બનેલા પાંચ બાળકો અને માર્ગદર્શક શિક્ષિકાને જાન્યુઆરી ૨૦૨૬માં બેંગ્લોર ખાતે આમંત્રિત કરીને ભવ્ય સન્માન સાથે એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડ સાથે શાળાને ₹૫૦, ૦૦૦નું ઇનામ પણ પ્રાપ્ત થયું છે.

શાળા દ્વારા કરવામાં આવતી અન્ય પર્યાવરણીય પ્રવૃત્તિઓ

શાળાની આ ચળવળ માત્ર કચરાના નિકાલ પૂરતી સીમિત ન રહેતા વ્યાપક સામાજિક પરિવર્તન તરફ આગળ વધી. વિદ્યાર્થીઓએ ગામના વડીલો અને ખેડૂતોના ઇન્ટરવ્યુ લઈને પરંપરાગત અને આધુનિક વિચારોનો સમન્વય સાધ્યો. તેમણે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન્યૂનતમ કરીને રોજિંદા જીવનમાં બદલાવ લાવવા માટે પ્રેરિત કર્યા હતા.

– શાળા અને ગામમાં નીચે મુજબની અવિરત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી:

3R મંત્રનો અમલ: કચરો ઘટાડવો (Reduce), પુનઃઉપયોગ કરવો (Reuse) અને પુનઃચક્રીયકરણ (Recycle)ને લોકોની દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવ્યો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here