Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા, વાઇરલના 10,000થી વધુ...

ગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા, વાઇરલના 10,000થી વધુ કેસ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું.પરંતુ છેલ્લા 10-12 દિવસથી તડકો પડી રહ્યો હોવાથી મચ્છરોની ઉત્પત્તિ વધી છે. જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને હોસ્પિટલોમાં લાઇનો લાગી છે.હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માજા મૂકી છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુ મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. વરસાદમાં ચોતરફ પાણી, પૂર, બિસ્માર રોડ, ભૂવા બાદ હવે રોગચાળો વકરતા જાણે કે તંત્ર પણ ‘બીમાર’ પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સિમિત છે. જો તેમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનામાં નોંધાયેલા કેસના આંકડો ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઉપજાવે તેવો હોઇ શકે છે.અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે મચ્છરોની ઉપદ્રવ વધી ગયો છે. તેવામાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં મચ્છરજન્ય રોગ, વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ચિકનગુનિયાના કેસ પણ સમગ્ર વર્ષની સરખામણીમાં ગત 15 દિવસમાં વધ્યા છે. 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક ભેજયુક્ત અને વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડી અને ગરમી એમ બંને ઋતુનો અનુભવ થતા વાઇરલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે.

પાણીજન્ય રોગ કરતા મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો :
સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 4,171 કેસ નોંધાયા હતા. જેમાંથી ગત 2 સપ્તાહ દરમિયાન દર એક સપ્તાહમાં 2000થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના કેસ ઓપીડી ખાતે નોંધાયા હતા. તદુપરાંત ઝાડા-ઉલટીના 42, ટાઈફોઇડના 11 અને કમળાના 24 દર્દીઓએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એટલે કે હાલમાં પાણીજન્ય રોગ કરતા મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે. ​​​​​​15 દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના લક્ષણો સાથે 78 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યુના 1,337 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 268 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મલેરિયાના 1,822 સેમ્પલમાંથી 62 તથા ચિકનગુનિયાના 124 સેમ્પલમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here