Monday, September 14, 2026
HomeGujaratAhmedabadકોરોનામાં ગુજરાતનાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યાં

કોરોનામાં ગુજરાતનાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યાં

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

કોરોના સંક્રમણના કારણે ગુજરાતનાં 604 જેટલાં બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. યુવાનોના એક સંગઠને કરેલા સરવેમાં આ વાત બહાર આવી છે. ગુજરાતમાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા છે, જ્યારે 501 બાળકે માતા કે પિતાને ગુમાવી દીધા છે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિમાં વિશ્વાસ નહીં રાખતા આ યુવાનોના જૂથે હવે આ પ્રકારના બાળકોનો જીવનનિર્વાહ યોગ્ય રીતે થાય તેના માટે તૈયારી શરૂ કરી છે.આ જૂથના એક યુવક કહે છે કે, અમારી સામે જે માહિતી આવી છે, તેના કરતા વધુ બાળકો નિરાધાર થઈ ગયા હોઈ શકે છે. આ સરવે હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી માહિતી ભેગી કરાઈ છે. જેમ કે, અમદાવાદમાં સૌથી વધુ 235 બાળકે માતા-પિતા કે બેમાંથી એકને ગુમાવ્યા છે. એવી જ રીતે, રાજકોટમાં 46, બનાસકાંઠામાં 30, ગાંધીનગરમાં 29 અને સુરતમાં 27 બાળક આવા છે. જોકે, અમે હજુ આવા બાળકોની ચોક્કસ માહિતી મેળવવા પ્રયત્નશીલ છીએ.​​​​​​​ચાલુ વર્ષે શાળાઓમાં ફીનો મુદ્દો વધુ વેગ પકડે એ પહેલાં જ અમદાવાદના ખાનગી શાળા-સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમણે કોરોનાકાળમાં પોતાનાં માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે, સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે એ પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here