ઝારખંડના માંડરની રહેવાસી સુનીતા ટોપ્પો દિલ્હીમાં આવેલા વસંતવિહારમાં જેના ઘરમાં બંધક હતી, તે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા જ છે. ઝારખંડ મહિલા આયોગના અધ્યક્ષ કલ્યાણી શરણે જણાવ્યું કે પીડિત સુનીતાએ સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માનો ફોટો જોઇને તેમની ઓળખ કરી. પીડિતાને 25 ઓક્ટોબરના રોજ દિલ્હીથી રેસ્ક્યુ કરવામાં આવી હતી.
સુનીતાએ જણાવ્યું છે કે વર્માના ઘરમાં તેની પાસે રાત-દિવસ કામ કરાવવામાં આવતું હતું, પરંતુ તેના પૈસા મળતા નહોતા. તેમની પત્ની તેની સાથે સારો વ્યવહાર નહોતી કરતી. ઘરમાંથી બહાર જવા પર પણ પાબંદી હતી. તેના નિવેદનના આધારે જ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમાં આલોક વર્મા ઉપરાંત સુનીતાને ગામમાંથી દિલ્હી લઈ જનારી મહિલા નિશી અને તેને આલોક વર્માના ઘરે પહોંચાડનાર બિહાર નિવાસી ગોવિંદનું નામ પણ સામેલ છે.
ડરના કારણે નહોતી થઈ રહી રિપોર્ટ નોંધાવવાની હિંમત
મહિલા આયોગની અધ્યક્ષ કલ્યાણી શરણે કહ્યું કે સુનીતાએ નિવેદન આપતી વખતે જણાવ્યું કે રેસ્ક્યુ કરાવ્યા પછી ઘણા લોકોએ તેને ડરાવી દીધી હતી. એટલે તે એફઆઇઆર નોંધાવવા માટે તૈયાર નહોતી થઈ રહી. બુધવારે ઘરવાળાઓ સાથે વાતચીત પછી તે આયોગની અધ્યક્ષ સામે નિવેદન આપવા માટે રાજી થઈ. કેન્દ્રીય સરના સમિતિએ આ મામલે પીડિતાની સાથે મુખ્યમંત્રી રઘુવર દાસને મળવાની તૈયારી કરી છે. મુખ્યમંત્રી સાથે મામલામાં નિષ્પક્ષ તપાસ કરાવવાનો આગ્રહ કરવામાં આવશે.
તસવીરો પર લખાવડાવ્યું નામ
– ઓળખ માટે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની 8-10 તસવીરો સુનીતાને આપવામાં આવી. આયોગે તમામ તસવીરોની ઓળખ કરાવીને સુનીતા પાસે તેના પર આલોક વર્માનું નામ પણ લખાવડાવી લીધું છે, જેથી પુરાવા તરીકે તેને રજૂ કરી શકાય.
– રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ કલ્યાણી શરણે જણાવ્યું કે આલોક વર્માની ઓળખ સુનીતાએ કરી છે. સીબીઆઇ ડાયરેક્ટરના આવાસ પર જ તે રહેતી હતી. દોષી જે પણ છે તેના પર કાર્યવાહી થવી જ જોઇએ