ટ્રમ્પ આગામી ચૂંટણી લડી શકશે કે નહીં? એક પછી એક દાખલ થતાં કેસથી મળી રહ્યા છે આવા સંકેત!

0
8

હવે ટ્રમ્પની મુશ્કેલી વધી! ફરી એક નવો કેસ નોંધાયો, આ વખતે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાખ્યાનો આરોપ

ટ્રમ્પ તપાસમાં અવરોધ પેદા કરવા માટે આવા કૃત્યો કરી રહ્યા હોવાની માહિતી અપાઈ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. તેમની સામે વધુ એક કેસ દાખલ થયો છે. આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા માટે ફ્લોરિડામાં આવેલા તેમના નિવાસ માર એ લાગોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ડિલીટ કરી દીધા છે. જે રીતે ટ્રમ્પ સામે એક પછી એક કેસ દાખલ થતા જઈ રહ્યા છે તેનાથી લાગે છે કે તેઓ આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કદાચ નહીં લડી શકે. તેમની સામે અનેક ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. જેના લીધે તેમની વિશ્વસનીયતાને મોટું નુકસાન થયુંં છે.  

ફેડરલ પ્રોસીક્યૂટર દ્વારા કેસ દાખલ કરાવાયો  

ફેડરલ પ્રોસીક્યૂટર દ્વારા ટ્રમ્પ સામે આ મામલે વધુ એક કેસ દાખલ કરાવાયો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના એક પ્રતિનિધિએ ડિસેમ્બર 2021માં નેશનલ આર્કાઈવ્સને જણાવ્યું હતું કે તેમના નિવાસ માર એ લાગોમાં રાષ્ટ્રપતિ સંબંધિત અનેક રેકોર્ડ મળી આવ્યા હતા. 

ફ્લોરિડામાંથી 15 ડબા ભરીને ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા 

પ્રેસીડેન્શિયલ રેકોર્ડ્સ અનુસાર વ્હાઈટ હાઉસના દસ્તાવેજોને અમેરિકી સરકારની સંપત્તિ મનાય છે અને ત્યાં જ તેને સંરક્ષિત કરવાના હોય છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022માં નેશનલ આર્કાઈવ્સે ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા નિવાસથી 15 ડબા ભરીને ગુપ્ત દસ્તાવેજો કબજે લીધા હતા.