Monday, October 5, 2026
HomeGujaratAhmedabadટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે અધિકારીઓએ દર મહિને બેઠક યોજવી પડશે

ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે અધિકારીઓએ દર મહિને બેઠક યોજવી પડશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજ્યના મોટાભાગના શહેરમાં ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા વ્યાપક જોવા મળે છે. જેને લઈને હાઇકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટ વારંવાર તંત્રને ફટકાર લગાવે છે. જ્યારે રાજ્યની મહાનગરપાલિકાઓ અને સરકાર સમાસ્યાના નિવારણની ખાતરી આપે છે, પરંતુ તે ખાતરી જાણે કે ફક્ત તંત્રના સોંગધનામાના પેપરમાં જ રહે છે, હકીકતમાં તેનો અમલ થતો જોવા મળતો નથી. ગયા અઠવવાડિયે હાઇકોર્ટે સરકાર અને ટ્રાફિક વિભાગની ઝાટકણી કાઢી હતી અને આગામી સુનાવણીમાં હવે હાઇકોર્ટ લપડાક મારે તે પહેલાં જ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

અધિકારીઓએ દર મહિને બેઠક યોજવી પડશે :
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ટ્રાફિક સમસ્યા અને રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે મહાનગરોના કમિશ્નર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વાર બેઠક બોલાવવી અને સમસ્યા અંગે ચર્ચા કરવી. આ બેઠકનો રિપોર્ટ ગૃહ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને મોકલવાનો રહેશે. ત્યારબાદ ડીસીપી અને ડેપ્યુટી કમિશ્નર વચ્ચે દર 15 દિવસે બેઠક યોજાશે. ડીસીપી-ડેપ્યુટી કમિશ્નરની બેઠકનો રિપોર્ટ કમિશ્નરને મોકલવાનો રહેશે.ટ્રાફિક, રખડતાં ઢોર સહિતના મુદ્દે થયેલી અરજીમાં હાઇકોર્ટ સરકારને અનેક સૂચનો કરી ચૂકી છે. રસ્તા પર ટ્રાફિક પોલીસની બેદરકારી, અને પોલીસે યોજેલી કહેવાતી ટ્રાફિક ડ્રાઇવ સામે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવ બાદ હવે દર મહિને અધિકારીઓની બેઠક યોજવાનો નવો તાયફો થશે. અગાઉની જેમ બેઠકો પર બેઠકો થતી રહેશે, ચર્ચાઓ થશે પણ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લવાશે કે નહીં તે એક મોટો સવાલ છે.

શહેરમાં ભારે વાહનો દિવસે પણ ફરે છે બેફામ :
સુપ્રિમ કોર્ટનો હુકમ છે છતાં પ્રતિબંધિત સમયમાં શહેરોમાં ખાનગી લકઝરી બસો, ડમ્પરો સહિતના ભારે વાહનો બેફામ ફરે છે. ટ્રાફિક પોલીસ ચાર રસ્તાની બાજુમાં બેસી મોબાઇલમાં વ્યસ્ત હોય છે, કે પછી ખાનગી બસો, ડમ્પરોને જવા દેવા માટે ખાલી ડોળ કરે છે? કેમ કે સામાન્ય નાગરિકને નાની નાની વાતોએ રોકતાં ટ્રાફિક પોલિસ કે ટીઆરબી જવાનોને મસ મોટા ડમ્પરો, કે ખાનગી બસો દેખાતી નથી. પીક અવરમાં પણ આવા ભારે બેરોકટોક શહેરના રસ્તાઓ પર ફરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. સાથે જ અકસ્માતની ઘટનાઓ પણ વધે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here