Sunday, October 4, 2026
HomeWorldડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ, ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે...

ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ, ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષિત છે. આ ઘટના પછી ખુદ ટ્રમ્પે પણ એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, ‘હું સુરક્ષિત અને સ્વસ્થ છું.’ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા.રિપોર્ટ મુજબ આજે ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળેથી એકે 47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગૉલ્ફ ક્લબ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે, ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે, હાલ તેમને ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી.

ટ્રમ્પ પર 13 જુલાઈએ થયું હતું ફાયરિંગ :

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સિક્રેટ સર્વિસે તપાસ શરુ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા છે. હું ખુશ છું કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજી તરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમને એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here