Thursday, October 1, 2026
HomeEntertainmentદિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું ,...

દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું , લાંબા સમયથી હતા બીમાર

Date:

Related stories

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

Famous actor Devraj Rai Passed away : દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું ગુરુવારે રાત્રે 73 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કિડનીની બિમારીથી પીડિત હતા. સ્ટેજ, સિનેમા અને દૂરદર્શન પર ન્યૂઝરીડર તરીકે સેવા આપીને વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડનાર દેવરાજ રાયના નિધનથી સમગ્ર બંગાળ શોકમાં છે. તેમની પત્ની અનુરાધા રાય પણ લોકપ્રિય અભિનેત્રી છે.

મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “દેવરાજ રાયનું બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં એક મોટું નામ હતું. તેમણે મશહૂર નિર્દેશકોની ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રશંસા મેળવી હતી. હું તેમને લાંબા સમયથી ઓળખતી હતી. તે ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”

દેવરાજ રાયનો જન્મ 9 ડિસેમ્બર 1950ના રોજ થયો હતો. તેમણે 1970માં સત્યજીત રેની ફિલ્મ ‘પ્રતિદ્વંદ્વીથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી તેમણે 1971 માં મૃણાલ સેનની ‘કોલકાતા 71’ માં ભૂમિકા ભજવી હતી. જેમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

દેવરાજે તપન સિંહા, તરુણ મજુમદાર, વિભૂતિ લાહા જેવા તે યુગના મશહૂર નિર્દેશકો સાથે પણ કામ કર્યું હતું. તપન સિન્હાની ફિલ્મ ‘રાજા’માં તેમનો અભિનય હંમેશા યાદગાર રહેશે. આ ઉપરાંત 1973માં દિનેન ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મર્જીના અબ્દુલ્લા’માં મીતુ મુખર્જી સાથેની તેની જોડીએ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેમણે ભજવેલું પાત્ર અને મન્ના ડેનું ગીત આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે.

આ સાથે દેવરાજ રાયે માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સ્ટેજ પર પણ પોતાની અભિનય આપી પ્રતિભા દેખાડી હતી. તેઓ દૂરદર્શન પર સમાચાર વાંચનમાં પણ ખૂબ લોકપ્રિય હતા. 1976માં તેમણે અભિનેત્રી અનુરાધા રાય સાથે લગ્ન કર્યા.

છેલ્લા કેટલાક સમયથી શારીરિક સમસ્યાઓના કારણે તેઓ મનોરંજનની દુનિયાથી દૂર હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે બિધાનનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here