નબળી સ્ક્રિપ્ટ, VFXનો વધુ પડતો ઉપયોગ સહિતના આ કારણોસર પ્રભાસની ફિલ્મો થઈ રહી છે ફ્લોપ

0
6

પ્રભાસ ઈન્ડિયન સિનેમાના હાઈએસ્ટ પેડ એક્ટર્સ પૈકીના એક છે. આ એકમાત્ર એવા એક્ટર છે જેમણે છેલ્લા ઘણા વર્ષોમાં કેટલીક પાન ઈન્ડિયા ફિલ્મો ઈન્ડ્સ્ટ્રીને આપી છે. આ પાન ઈન્ડિયા ફિલ્મો 100-500 કરોડના બજેટમાં બની છે. પ્રભાસની બાહુબલી ફ્રેન્ચાઈઝી સુપરહિટ રહી હતી. આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ હતી. બાહુબલી ફ્રેન્ચાઈઝીને બીટ કરવુ સરળ નહોતુ પરંતુ બાહુબલી બાદથી તેમનો ગ્રાફ નીચે જ પડતો જઈ રહ્યો છે. બાહુબલી બાદ તેમની કોઈ પણ ફિલ્મ હિટ સાબિત થઈ નથી. 

ફિલ્મ પહેલા ખૂબ હાઈપ ક્રિએટ કરવુ

પ્રભાસની બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલીએ ખૂબ પ્રમોશન કર્યુ હતુ. રિલીઝ પહેલા આ ફિલ્મનું ખૂબ હાઈપ ક્રિએટ કરવામાં આવ્યુ હતુ. જો ફિલ્મ પોતાના હાઈપ પર ખરી પણ ઉતરી હતી. પરંતુ તે બાદ પ્રભાસની કોઈ પણ ફિલ્મ સાથે આવુ થયુ નથી. ખૂબ પ્રમોશન કર્યા બાદ પણ તેમની ફિલ્મો કમાલ બતાવી શકી નહીં. 

કમજોર સ્ક્રિપ્ટની પસંદગી કરવી

જ્યારે પણ સ્ક્રિપ્ટની વાત આવે છે તો પ્રભાસની દરેક ફિલ્મની કહાની ખૂબ જ કમજોર હોય છે જે ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. કન્ટેન્ટમાં કંઈક નવુ ના હોવાના કારણે આ બોક્સ ઓફિસ પર ચાલી શકતી નથી.

ફિલ્મોમાં વધુ પડતો VFX નો ઉપયોગ

બાહુબલી બાદથી પ્રભાસની મોટાભાગની ફિલ્મોમાં વધુ પડતા VFXનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીએફએક્સ ફિલ્મને આર્ટિફિશિયલ લુક આપે છે જેના કારણે ફિલ્મને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. પ્રભાસની તાજેતરમાં જ રિલીઝ થયેલી આદિપુરુષમાં પણ અમુક સીન એવા છે જેના કારણે ફિલ્મ ખૂબ ટ્રોલ થઈ રહી છે.

બાકી ફિલ્મો સાથે તુલના

બાહુબલી બાદથી પ્રભાસનો ગ્રાફ ખૂબ વધી ગયો છે. જ્યારે પણ તેમની કોઈ નવી ફિલ્મ આવે છે તો તેની તુલના બાહુબલી સાથે થવા લાગે છે જેના કારણે તેમની ફિલ્મનું કન્ટેન્ટ, રાઈટિંગ તમામની તુલના કરીને તેની ટીકા થાય છે.