Sunday, October 11, 2026
HomeBusinessવર્તમાન વર્ષમાં દેશનું ઘઉં ઉત્પાદન સરકારના દાવા કરતા નીચું રહ્યાનો અંદાજ

વર્તમાન વર્ષમાં દેશનું ઘઉં ઉત્પાદન સરકારના દાવા કરતા નીચું રહ્યાનો અંદાજ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

– બજારમાં ઘઉંની ઉપલબ્ધતા ઘટી જતા ભાવમાં ઉછાળો

વર્તમાન વર્ષની રવી મોસમમાં દેશમાં ઘઉંનું વાવેતર સરકારના અંદાજ કરતા ઓછામાં ઓછા દસ ટકા નીચું રહ્યું છે. નીચા ઉત્પાદનને પગલે ઘઉંના ભાવમાં છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ઘઉં ઉત્પાદન સરકારના દાવા કરતા નીચું જોવા મળી રહ્યું છે. 

સતત બીજા વર્ષે ઘઉંના નીચા ઉત્પાદનને કારણે ખાધાખોરાકીના ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું સરકાર માટે કપરું બની રહેશે.

બજારમાં ઘઉંની ઉપલબ્ધતા ઘણી જ નીચી છે અને વર્તમાન વર્ષનો ઘઉં ઉત્પાદન આંક ૧૦.૧૦ થી ૧૦.૩૦ કરોડ ટન્સ રહ્યાની  રોલર ફલોર મિલર્સ’ ફેડરેશન વતિ ધારણાં મૂકવામાં આવી છે. ભારતનો ઘઉંનો વાર્ષિક વપરાશ ૧૦.૮૦ કરોડ ટન્સ આસપાસ રહે છે. 

સામાન્ય રીતે ખેડૂતો માર્ચથી ઘઉંની લણણીની કામગીરી શરૂ કરે છે અને જુન સુધીમાં વેચાણ પૂરું કરે છે. ખેડૂતો પોતાના ઘઉં સરકારી એજન્સીઓ તથા ખાનગી ટ્રેડરોને વેચે છે. 

ખેડૂતો પાસેથી માલનો પૂરવઠો ઘટી ગયો છે, જે સરકારના ઘઉં ઉત્પાદન અંદાજ સામે પ્રશ્ન ઊભો કરે છે, એમ ફેડરેશનના સુત્રોએ જણાવ્યું હતું. સરકારની ધારણાં પ્રમાણે ૨૦૨૩માં દેશનું ઘઉં ઉત્પાદન ૧૧.૨૭ કરોડ ટન્સ રહ્યું છે. 

છેલ્લા બે મહિનામાં ઘઉંના ભાવ દસ ટકા વધી મુખ્ય મંડીઓમાં પ્રતિ ટન ૨૫૦૦૦ રૂપિયા આસપાસ પહોંચી ગયા છે. દેશમાં ઘઉંની અછતને ધ્યાનમાં રાખી સરકારે તેની સ્ટોક લિમિટ લાગુ કરી છે. 

ફેબુ્રઆરી તથા માર્ચમાં હીટવેવ અને એપ્રિલમાં કમોસમી વરસાદે ઘઉંના ઉત્પાદન પર અસર કરી છે, જેનો અંદાજ મેળવવામાં સરકાર કદાચ નિષ્ફળ રહી છે, એમ બજારના સુત્રો જણાવી રહ્યા છે. 

નવી મોસમમાં સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૨.૬૨ કરોડ ટન્સ ઘઉંની ખરીદી કરી છે,જે પ્રારંભિક ૩.૪૧ કરોડ ટન્સના ટાર્ગેટથી ઓછી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here