નાસાના મંગળ મિશન 2020 માટે તૈયાર સુપરસોનિક પેરાશૂટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકાની સ્પેસ એજન્સી અનુસાર, રોકેટ લોન્ચ થયા બાદ આ પેરાશૂટ એક સેકન્ડના ચાલીસમાં ભાગમાં એક્ટિવ થઇ ગયો અને 37 હજાર કિગ્રા વજનની સાથે સકુશળ જમીન પર ઉતરી આવ્યું. સ્પેસ એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે, આ પેરાશૂટ મંગળ મિશનમાં મહત્વની ભૂમિકા નિભાવશે.
જમીનથી 38 હજાર કિમી ઉપર એક્ટિવ થયું પેરાશૂટ
– નાસા અનુસાર, સુપરસોનિક પેરાશૂટ બ્લેક બ્રેન્ટ-11 રોકેટમાં જોડાયેલા અંતરિક્ષ ઉપકરણની સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું.
– લૉન્ચિંગની માત્ર બે મિનિટ બાદ અંતરિક્ષ ઉપકરણ રોકેટથી અલગ થયું અને પૃથ્વીના વાતાવરણ તરફ પરત ફરવા લાગ્યું.
– રિપોર્ટમાં જણાવ્યું કે, આ અંતરિક્ષ ઉપકરણ એક નિશ્ચિત ઉંચાઇ (જમીનથી 38 હજાર કિમી ઉપર) રહી ગયું તો તેમાં લાગેલા સેન્સર એક્ટિવ થઇ ગયા. ત્યારબાદ અંતરિક્ષ ઉપકરણમાં લાગેલા સુપરસોનિક પેરાશૂટ એક સેકન્ડના ચાલીસમાં ભાગમાં ખુલી ગયું અને સફળતાપૂર્વક જમીન પર આવી ગયું.
સુપરસોનિક પેરાશૂટ પર 70 હજાર પાઉન્ડનું વજન
– નાસાએ જણાવ્યું કે, આકારના હિસાબે આ પેરાશૂટ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઝડપી ખૂલી ગયું. તે સમયે સુપરસોનિક પેરાશૂટ પર 70 હજાર પાઉન્ડનું વજન હતું.
– નાસાના વૈજ્ઞાનિકો અનુસાર, આ પેરાશૂટ નાયલોન, ટેકનોરા અને કેવલર ફાઇબરથી બનાવવામાં આવ્યું હતું.
– સુપરસોનિક પેરાશૂટ નાસાના મંગળ મિશન 2020નો ખાસ હિસ્સો છે, જે ફેબ્રુઆરી 2021માં લાલ ગ્રહ પર લેન્ડ થશે. મંગળ મિશનના પ્રોજેક્ટ મેનેજર જ્હોન મેકનેમીએ જણાવ્યું કે, મિશન દરમિયાન રોકેટમાંથી ઘણાં ભારે અંતરિક્ષ ઉપકરણ મંગળ ગ્રહની સપાટી પર ઉતારવામાં આવશે.
– જ્હોન મેકનેમીએ જણાવ્યું કે, સુપરસોનિક પેરાશૂટની ક્ષમતા 37 હજાર કિગ્રા વજન ઉઠાવવાની છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ વજન મંગળની સપાટી પર ઉતરનારા અંતરિક્ષ ઉપકરણોના વજનથી 85 ટકા વધારે છે.